
સોના-ચાંદીમાં આગઝરતી તેજીઃ ગોલ્ડ-ટેન વાયદો રૂ.1.27 લાખ અને ચાંદી-મિની વાયદો રૂ.1.64 લાખના સ્તરને પાર
ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.107806.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.264907.84 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 98235.87 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29762 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.372724.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.107806.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.264907.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 29762 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4876.29 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 98235.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.126041ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.126930ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.124243ના મથાળે અથડાઈ, રૂ.124629ના આગલા બંધ સામે રૂ.1251ના ઉછાળા સાથે રૂ.125880ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1488 વધી રૂ.101404ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.176 વધી રૂ.12675 થયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1468 વધી રૂ.125432ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.125906ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.127149 અને નીચામાં રૂ.124222ના સ્તરને સ્પર્શી, રૂ.124373ના આગલા બંધ સામે રૂ.1577ના ઉછાળા સાથે રૂ.125950ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.155253ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162700ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.154111ના મથાળે અથડાઈ, રૂ.154645ના આગલા બંધ સામે રૂ.4127ના ઉછાળા સાથે રૂ.158772ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.5171 વધી રૂ.160802 અને ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.5226 વધી રૂ.160870ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1,64,328 અને ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.1,64,982ના ઓલ ટાઇમ હાઈને ઊંચામાં સ્પર્શ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 3749.00 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓક્ટોબર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3088ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3105 અને નીચામાં રૂ.3021ના સ્તરને સ્પર્શી, રૂ.55 ઘટી રૂ.3029ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5303ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5310 અને નીચામાં રૂ.5130ના સ્તરને સ્પર્શી, રૂ.5303ના આગલા બંધ સામે રૂ.121 ઘટી રૂ.5182 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.121 ઘટી રૂ.5183ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.5.5 ઘટી રૂ.271 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.5.2 ઘટી રૂ.271.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.945.8ના ભાવે ખૂલી, 20 પૈસા વધી રૂ.934ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.2554ના ભાવે ખૂલી, રૂ.17 વધી રૂ.2683ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 42368.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 55867.45 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 4600.16 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 221.18 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 24.09 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 848.18 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 15.26 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1342.53 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2391.21 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.72 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.53 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17713 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 63857 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 24312 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 331554 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 27296 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 32813 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 65013 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 187833 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1794 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 24000 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 49297 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 29890 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 30298 પોઇન્ટના સ્તર અને નીચામાં 29669 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 334 પોઇન્ટ વધી 29762 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.65.2 ઘટી રૂ.82.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.3 ઘટી રૂ.8.25 થયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.128000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.621 વધી રૂ.2056.5 થયો હતો. આ સામે ચાંદી ઓક્ટોબર રૂ.164000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3704 વધી રૂ.4750 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.1000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.49 ઘટી રૂ.19.55ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 64 પૈસા ઘટી રૂ.2.4 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.54.7 વધી રૂ.97.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 વધી રૂ.11.3ના ભાવે બોલાયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.59.5 વધી રૂ.354 થયો હતો. આ સામે ચાંદી ઓક્ટોબર રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.245 ઘટી રૂ.3160 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.980ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.10.53 વધી રૂ.20.4 થયો હતો. જસત ઓક્ટોબર રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 99 પૈસા વધી રૂ.3.3 થયો હતો.
