
મકરસંક્રાંતિના દિવસે સોના-ચાંદીમાં તેજીના પવન સાથે બંને કીમતી ધાતુઓના વાયદા નવી ઊંચાઈએક્રૂડ તેલમાં રૂ.63ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.47902.09 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.210658.85 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 40131.88 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38797 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.258568.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.47902.09 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.210658.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38797 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3030.61 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 40131.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.140501ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.143500ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.140501ના સ્તરને સ્પર્શી, રૂ.142241ના આગલા બંધ સામે રૂ.1113ના ઉછાળા સાથે રૂ.143354ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.116300ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, રૂ.912ની તેજી સાથે રૂ.116159ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.14560ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.126 વધી રૂ.14546ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143195ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, રૂ.1087ના ઉછાળા સાથે રૂ.143034ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.142985ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.143671ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.142800ના સ્તરને સ્પર્શી, રૂ.142531ના આગલા બંધ સામે રૂ.1069 વધી રૂ.143600 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.281698ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.287990ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.280555ના મથાળે અથડાઈ, રૂ.275187ના આગલા બંધ સામે રૂ.11682ના ઉછાળા સાથે રૂ.286869ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.11641 વધી રૂ.288522ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.11704 વધી રૂ.288571ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો ઊંચામાં રૂ.289595 અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો ઊંચામાં રૂ.289725ના ઓલ ટાઇમ હાઈ સ્તરને સ્પર્શ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 5131.18 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.5.45 વધી રૂ.1315ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.2.6 વધી રૂ.315.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.25 વધી રૂ.319.7ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો 50 પૈસા વધી રૂ.193ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2660.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4308ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4337 અને નીચામાં રૂ.4269ના સ્તરને સ્પર્શી, રૂ.29 ઘટી રૂ.4285 થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5501ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5580 અને નીચામાં રૂ.5448ના મથાળે અથડાઈ, રૂ.5515ના આગલા બંધ સામે રૂ.63 વધી રૂ.5578ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.52 વધી રૂ.5574 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.7 વધી રૂ.311.3 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.6.7 વધી રૂ.311.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.982ના ભાવે ખૂલી, રૂ.9.7 ઘટી રૂ.971.6 થયો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2674ના ભાવે ખૂલી, રૂ.11 ઘટી રૂ.2674ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 15002.31 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 25129.57 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 4260.25 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 297.92 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 24.28 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 539.74 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 12.05 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 783.72 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1864.64 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.81 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.45 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20307 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 76299 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 24814 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 376252 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 41914 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14186 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38755 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 97407 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 615 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 24937 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 47303 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38497 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 38797




