
નું પહેલીવાર રૂ. ૧.૫ લાખને પાર.ઘરેલુ બજારમાં ચાંદીની કિંમતમાં રૂપિયા ૧૦ હજારનો ઉછાળો.આજે સોનાના ભાવમાં ૭,૦૦૦ જેટલો વધારો અને ચાંદીના ભાવમાં ૧૦,૦૦૦થી વધુનો વધારો થયો છે.વૈશ્વિક તણાવ, ગ્રીનલેન્ડ વિવાદ, ચાંદીની માંગમાં વધારો થવાના કારણે આજે પણ સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગઈકાલે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૧,૫૦,૫૬૫ પર બંધ થયો હતો, ત્યારે આજે બપોરે ૪.૦૦ વાગ્યા સુધીમાં ૧,૫૭,૫૦૫ રૂપિયાની કિંમત પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ ગઈકાલે ૩,૨૩,૬૭૨ પર બંધ થયા બાદ આજે ૩,૩૪,૦૦૦ પર પહોંચી ગયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં ૭,૦૦૦ જેટલો વધારો અને ચાંદીના ભાવમાં ૧૦,૦૦૦થી વધુનો વધારો થયો છે.
ડેટા મુજબ ગઈકાલે ચાંદીનો ભાવ રૂ.૩,૨૩,૬૭૨ પર બંધ થયા બાદ આજે ૩૨૨,૫૬૬ પર ખુલ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ નીચેમાં ૩,૨૦,૦૦૭ પર અને ઊંચામાં ૩,૩૫,૫૨૧ રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે સોનાની વાત કરીએ તો તેનો ભાવ ગઈકાલે ૧,૫૦,૫૬૫ પર બંધ થયા બાદ આજે ૧,૫૧,૫૭૫ પર ખૂલ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ નીચેમાં ૧૫૧,૫૭૫ અને ઊંચામાં ૧૫૮,૩૩૯ પર પહોંચ્યો હતો.
સોનામાં તેજીના ૩ મુખ્ય કારણો
૧… વૈશ્વિક તણાવ અને ગ્રીનલેન્ડ વિવાદ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજાે કરવાની જીદ અને યુરોપિયન દેશો પર લાદવામાં આવેલી ટેરિફની ધમકીને કારણે વૈશ્વિક બજારોમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. જ્યારે પણ ટ્રેડ વોરની સ્થિતિ ઉભી થાય છે ત્યારે રોકાણકારો શેરબજારને બદલે સોનાને સુરક્ષિત રોકાણ માનીને તેમાં રોકાણ કરે છે.
૨… રૂપિયામાં રેકોર્ડબ્રેક ઘટાડો : ભારતીય રૂપિયો અત્યારે ડોલર સામે રૂ.૯૧.૧૦ ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની નબળાઈને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદવામાં આવતા સોનાની લેન્ડિંગ કોસ્ટ વધી ગઈ છે, જેના કારણે ઘરેલું બજારમાં સોનું રૂ.૧.૫ લાખને પાર કરી ગયું છે.
૩… સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી : ભારતની RBI સહિત દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પોતાના વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાનો સ્ટોક વધારી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, ૨૦૨૫ ના રેકોર્ડ બાદ ૨૦૨૬ માં પણ આ માંગ સતત વધી રહી છે, જેને કારણે ભાવમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે.
ચાંદીમાં તેજીના ૩ મુખ્ય કારણો
૧… ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈફ) માં ચાંદીનો ઉપયોગ વધતા હવે તે માત્ર ઘરેણું નહીં પણ જરૂરી કાચો માલ બની ગઈ છે.
૨… ટ્રમ્પના ટેરિફનો ડર: અમેરિકી કંપનીઓ ટેરિફના ડરથી ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, જેનાથી ગ્લોબલ સપ્લાયમાં ઘટાડો થયો છે.
૩… ઉત્પાદન અટકવાનો ભય: મેન્યુફેક્ચરર્સ ભવિષ્યમાં અછત સર્જાવાના ડરથી અત્યારથી જ મોટાપાયે ખરીદી કરી રહ્યા છે.
નિષ્ણાંતોના મતે, જાે મધ્ય પૂર્વમાં તણાવ વધશે તો સોનું આ વર્ષે રૂપિયા ૧,૯૦,૦૦૦ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા ૩.૨૦ લાખથી ૪ લાખ સુધી પહોંચવાની સંભાવના છે.




