
ટાટા ગ્રુપના મોટા સમાચાર એન. ચંદ્રશેખરનને મળ્યું પાંચ વર્ષનું એક્સ્ટેન્શન IPO ની તૈયારીમાં ચંદ્રશેખરન ભજવશે મહત્વની ભૂમિકા
ટાટા ગ્રુપમાંથી હાલ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનની વિદાય ટળી ગઈ છે. ટાટા સન્સ લમિટેડના બોર્ડે ગુરૂવારે એન ચંદ્રશેખરનને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે આગામી ૫ વર્ષનો નવો કાર્યકાળ આપવાને મંજૂરી આપી છે. ગ્રુપની હોલ્ડિંગ કંપનીને લિસ્ટ કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. તેનો મતલબ છે કે ચંદ્રશેખરન IPO ની તૈયારીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
એન ચંદ્રશેખરનને એક્સટેન્શન સિવાય ટાટા સન્સના બોર્ડે કંપનીના લિસ્ટિંગને પણ મંજૂરી આપી છે. પરંતુ હોલ્ડિંગ કંપનીમાં બહુમતી ભાગીદારી ધરાવનાર ટાટા ટ્રસ્ટ, ચેરમેન તરીકે ચંદ્રશેખરનની નિમણૂંકને પડકારી શકે છે. ચંદ્રશેખરને ૧૨ ઓગસ્ટે જાહેરાત કરી હતી કે ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૭ના પોતાનો વર્તમાન કાર્યકાળ પૂરો થવા પર તેઓ ત્રીજાે કાર્યકાળ સ્વીકારશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટાટા ટ્રસ્ટના ચેરમેન અને ટાટા સન્સના ડિરેક્ટર નોએલ ટાટાએ ફેબ્રુઆરીમાં યોજાયેલી બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનના પ્રસ્તાવિત ત્રીજા કાર્યકાળનો વિરોધ કર્યો હતો. લોકોએ જણાવ્યું કે નોએલ ટાટા હજુ પણ લીડરશિપમાં ફેરફારના પક્ષમાં છે. ટાટા ટ્રસ્ટની પાસે કુલ મળી ટાટા સન્સની લગભગ ૬૬ ટકા ભાગીદારી છે.
મામલા સાથે જાેડાયેલા લોકોનું કહેવું છે કે આખરે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સહિત ટોપ મેનેજમેન્ટની ચૂંટણી બહુમતવાળા શેરહોલ્ડરની પસંદગી નક્કી શે. આ મામલામાં બહુમતવાળી ભાગીદારી ટાટા ટ્રસ્ટની પાસે છે, જેનું પ્રતિનિધિત્વ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા કરે છે.
બે મુખ્ય ટાટા ટ્રસ્ટમાંથી એક, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) એ પણ સ્પષ્ટ કહ્યું કે તેઓ ચંદ્રશેખરનની ફરી નિમણૂંક માટે ખુદને રજૂ ન કરવાના ર્નિણયનું સન્માન કરે છે.




