
સેટેલાઇટ લોન્ચિંગના છ મહિનામાં જ ક્રેશ યુએસ પર હુમલામાં ઇરાનને મદદ કરનારો ચીની ઉપગ્રહ તૂટી પડયો ! ચીનના યાઓમિન સેટેલાઇટની હાઈ રિઝોલ્યુશન તસ્વીરોનો હુમલામાં ઉપયોગ થયો હતો
વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના રિપોર્ટ મુજબ જુલાઈ ૨૦૨૬માં જાેર્ડનના મુવફ્ફાક સાલ્તી એરબેઝ પર ઇરાની મિસાઇલના હુમલા પહેલા તહેરાનને તે બેઝની હાઇ રિઝોલ્યુશનવાળી સેટેલાઇટ તસ્વીર મળી હતી. આ હુમલામાં ત્રણ અમેરિકન સૈનિક માર્યા ગયા હતા અને કેટલાય ઇજા પામ્યા હતા. અમેરિકન અધિકારીઓએ તેને ચીનની મદદનો સૌથી સ્પષ્ટ પુરાવો માન્યો છે, જેણે અમેરિકન બળો પર વિપરીત અસર સર્જી. આ એરબેઝની તસ્વીરો હુમલા પહેલા અને હુમલા પછી પૂરી પાડવામાં આવી. ચીનના દૂતાવાસે આ આરોપો નકારી કાઢ્યા છે.અમેરિકન અધિકારી ચીનની સરકારનાી સીધી સામેલગીરી હોવાના આરોપ તો લગાવતા નથી, પરંતુ ચીનની કંપનીઓના સહયોગના સ્તરની વાત સ્વીકારે છે. આ ઘટના અમેરિકા-ચીન વચ્ચે તનાવ વધારતી ઘટના બની રહી છે. ંઆ પહેલા વોશિંગ્ટને પણ ચીનની કેટલીક સેટેલાઇટ ફર્મ પર પ્રતિબંધ લગાવ્યા હતા, કેમકે તે ઇરાનને લશ્કર દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવી તસ્વીરો પૂરી પાડતી હતી.નિષ્ણાતોનું કહેવું છે કે હાઇ ક્વોલિટીની તસ્વીરો લક્ષ્ય પસંદ કરવામાં અને નુકસાનની સમીક્ષા કરવામાં મદદ કરે છે. ઇરાને હુમલાના કેટલાક દિવસો પછી બેઝને થયેલા નુકસાનની વિસ્તૃત તસ્વીરો જારી કરી હતી, જે વવ્યવસાયિક સ્ત્રોતો કરતાં વધુ સારી લાગતી હતી. આ બનાવના છ મહિના પછી ચીનનો યાઓગન-૫૦ (૦૨) મિલિટરી સેટેલાઇટ તૂટી ગયો, આ સેટેલાઇટ માર્ચ ૨૦૨૬માં લોન્ચ થયો હતો અને અસામાન્ય રેટ્રોગ્રેડ ઓર્બિટમાં કામ કરતો હતો. અમેરિકાની સ્પેસ ફોર્સે તેના તૂટવાથી થયેલા કાટમાળના લગભગ ૪૩ ટુકડા એકત્રિત કર્યા ચે, જે ૧,૧૦૦ કિ.મી.માં પથરાયેલા છે. આ સેટેલાઇટ તૂટવાનુ કારણ સ્પષ્ટ નથી. નિષ્ણાતો તેની પાછળ પ્રોપલ્ઝન સિસ્ટમ કે બેટરીમાં ખરાબી, કે કોઈ બીજા કાટમાળ સાથે ટકરાયા હોવાની સંભાવના દર્શાવી રહ્યા છે. ચીને આ ઘટના અંગે કશું જણાવ્યું નથી, પરંતુ તેની ટ્રેકિંગ સિસ્ટમ્સે કેટલાક ટુકડા નોંધ્યા છે.




