
શહેરાના બોરીયા ગામેથી રૂ. ૩૨ લાખથી વધુનો લીલા ગાંજાે ઝડપાયોએસ.ઓ.જી.ની ટીમે શહેરા તાલુકાના બોરીયા ગામે દરોડો પાડી રહેણાંક મકાનની પાછળ ઉગાડેલા ૮૨ લીલા ગાંજાના છોડનો જથ્થો પકડી પાડ્યો છેપંચમહાલ જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપાર અને વાવેતરને નેસ્તનાબુદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન અંતર્ગત પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) પોલીસને મોટી સફળતા મળી છે.
એસ.ઓ.જી.ની ટીમે શહેરા તાલુકાના બોરીયા ગામે દરોડો પાડી રહેણાંક મકાનની પાછળ ઉગાડેલા ૮૨ લીલા ગાંજાના છોડનો જથ્થો પકડી પાડ્યો છે.પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી.એ બાતમીના આધારે બે સરકારી પંચોને સાથે રાખી શહેરા તાલુકાના બોરીયા ગામના ડોડીયાર ફળીયામાં રહેતા શંકરભાઇ નારૂભાઇ ડોડીયારના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપી શંકરભાઇને સાથે રાખી તેના કબ્જા ભોગવટાની જમીનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે વાવેલા લીલા ગાંજાના છોડ નંગ-૮૨ મળી આવ્યા હતા.સ્થળ પર મળી આવેલા છોડ ગાંજાના જ હોવાની પુષ્ટિ કરવા માટે એફ.એસ.એલ. (FSL) અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. FSL દ્વારા પરીક્ષણ કરાતા આ છોડ લીલો ગાંજાે જ હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ તમામ ૮૨ છોડનું વજન કરાવતા કુલ ૬૪.૬૫૦ કિલોગ્રામ વજન થયું હતું, જેની બજાર કિંમત રૂ. ૩૨,૩૨,૫૦૦ આંકવામાં આવી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી આરોપી શંકરભાઈ નારૂભાઈ ડોડીયાર વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે NDP એક્ટ મુજબ કાયદેસરનો ગુન્હો નોંધ્યો છે.




