
હાઈકોર્ટે ભર્યું મોટું પગલું.AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જાેરે અબજાેની ઠગાઈ.ગુજરાતમાં સાયબર ક્રાઈમની દર કલાકે ૨૧ ફરિયાદ એટલે કે દરરોજની ૫૦૦ જેટલી ફરિયાદ નોંધાય છે.હાઈકોર્ટે અદાલતોની દૈનિક કામગીરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સીમિત ઉપયોગ કરવાની નીતિ જાહેર કરી છે. કારણ કે, સોશિયલ મીડિયામાં એઆઈના ટ્રેન્ડની બીજી બાજુ ભયજનક છે. સામાન્ય નાગરિકો સોશિયલ મીડિયા પર એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા વીડિયોની ભરપૂર મજા લે છે. પરંતુ સોશિયલ મીડિયા પર મજા માટે મુકાતા વીડિયો, ફોટોગ્રાફથી નકલી ચહેરા અને નકલી અવાજ સાથે જે એઆઈનો દુરુપયોગ કરીને આકર્ષિત કરતા વીડિયો સાથે સાયબર ગઠિયાઓ સાયબર ચીટિંગની લિંક પણ સામેલ કરી દઈને અબજાે રૂપિયાની સાયબર ઠગાઈ કરવા લાગ્યા છે.કોરોના તો ગયો પણ લોકોને મોબાઈલ ફોનનું વળગણ આપી ગયો છે. અત્યારે એઆઈનો ટ્રેન્ડ જામ્યો છે. કોઈપણ કામ-ધંધાનો ડેટા અપલોડ કરવામાં આવે પછી જે મદદ કે વિગત માંગો તે એઆઈ તરફથી પૂરી પાડવામાં આવે છે. વિતેલા બે વર્ષમાં એઆઈનો ટ્રેન્ડ વધતાં જ સાયબર ક્રાઈમના ગુનામાં પણ ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમની દર કલાકે ૨૧ ફરિયાદ એટલે કે દરરોજની ૫૦૦ જેટલી ફરિયાદ નોંધાય છે, તેમાં હવે એઆઈથી ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે.ભારતમાં એઆઈ વોઈસ સ્કેમ ચાલે છે તેનો શિકાર ૧૦૦માંથી ૮૩ લોકો બને છે. મહિલા કે પુરુષના નકલી ચહેરા અને નકલી અવાજથી આચરવામાં આવતી સાયબર ઠગાઈમાંથી માંડ ૧૭ ટકા લોકો જ બચી શકે છે. ૪૭ ટકા ભારતીય યુવા કે બાળકો વોઈસ ક્લોન કે ડીપ ફેક સ્કીમનો શિકાર બની રહ્યાં છે. તો, સિનિયર સિટીઝનોમાં ઠગાઈનો ભોગ બનવાની ટકાવારી ૪૫ ટકા પહોંચી ચૂકી છે.અમદાવાદ સહિત ગુજરાતમાં એ.આઈ. ક્રાઈમ હોટસ્પોટ અંગે મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમ અટકાવવા પ્રયત્નશીલ અધિકારી સૂત્રોનું કહેવું છે કે, હાલમાં એઆઈથી રીઅલ ટાઈમ ડીપ-ફેકનો ટ્રેન્ડ ભયજનક બની રહ્યો છે. કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રોફાઈલ ઓપન હોય તેમ છતાં પણ પોતાની, પરિવારની તસવીરો કે પછી વિગતો વાઈરલ કરવાનું ઘેલું અનેક લોકોને લાગ્યું છે. આવા કિસ્સામાં સોશિયલ મીડિયા ઉપરથી તસવીરો કે વિગતો મેળવી લઈને ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવીને સાયબર ચાંચિયાઓ ઠગાઈ કરવા લાગ્યા છે. એઆઈથી રીઅલ ટાઈમ ડીપફેક એટલે કે મળતો ચહેરો દેખાય તેવી બનાવટી પ્રોફાઈલ બનાવીને તમારા નજીકના લોકો સાથે જે છેતરપિંડી કરી શકે છે.ગુનાખોરીના વાર્ષિક સર્વેક્ષણમાં એવો ઘટસ્ફોટ કરાયો છે કે, એઆઈથી નિર્મિત નકલી વીડિયો અથવા તો આઈ-બ્લિન્ક એનિમેશન સાયબર સિક્યોરિટી પ્રોટોકોલને પણ છેતરી જાય છે. એઆઈ આધારિત ક્રાઈમના નવા ટ્રેન્ડ અનુસાર એ.આઈ. આધારિત સાયબર ક્રાઈમથી આધાર કાર્ડ સાથે લિન્ક કરાયેલા મોબાઈલ નંબર બદલી નાંખીને બેન્ક ખાતાં હેક કરવામાં આવે છે. એથી બેન્ક ખાતાંના સિક્યોરિટી બાયોમેટ્રિક બાયપાસ કરી સાયબર ક્રાઈમ આચરવામાં આવે છે.સાયબર ગઠિયાઓ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ પૂર્ણરૂપે કરે છે. કોઈ એક રૂમની જગ્યા મળી જાય એટલે સાયબર ઠગાઈ કરનાર ચાલાક ગઠિયા મહિલા કે પુરુષ, કોઈપણ અવાજમાં વાત કરે છે. સૂત્રોનું કહેવું છે કે, કોમ્પ્યુટર કે લેપટોપ સાથે અત્યાધુનિક એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરી સાયબર ગઠિયાઓ પોતાના અવાજને બદલી નાંખે છે.



