
CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર.ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર થઈ.૧૦મા અને ૧૨મા બોર્ડની પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરીથી ૧૫ જૂલાઈ ૨૦૨૬ સુધી આયોજીત થશે.કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે બોર્ડ પરીક્ષાઓ ૨૦૨૬ની ટેંટેટિવ ડેટ જાહેર કરી દીધી છે. ૧૦મા અને ૧૨મા બોર્ડની પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરીથી ૧૫ જૂલાઈ ૨૦૨૬ સુધી આયોજીત થશે. આપને જણાવી દઈએ કે, સીબીએસઈ ૨૦૨૬થી ૧૨માં ધોરણની પરીક્ષા બે વાર આયોજીત થશે. આ વખતે લગભગ ૪૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. આ પરીક્ષા ખાલી ભારતમાં જ નહીં પણ ૨૬ દેશોમાં પણ આયોજીત થશે.
CBSE તરફથી જાહેર કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ની મુખ્ય પરીક્ષાઓ, સ્પોર્ટ્સ વિદ્યાર્થી (ધોરણ ૧૨) માટે વિશેષ પરીક્ષાઓ, ધોરણ ૧૦ની દ્વિતીય બોર્ડ પરીક્ષા અને ધોરણ ૧૨ની પૂરક પરીક્ષાઓ સામેલ છે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય પરીક્ષાઓની સાથે સાથે પ્રાયોગિક કાર્ય, મૂલ્યાંકન, ઉત્તર પુસ્તિકાઓની તપાસ અને પરિણામ પ્રક્રિયા પણ સમયસર પૂરી કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પરિણામમાં મોડું ન થાય. સીબીએસઈએ કહ્યું કે, બોર્ડે તારીખોને આવી રીતે પહેલાથી જાહેર કરવાનો ર્નિણય વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુવિધાને ધ્યાનમાં રાખતા લીધો છે.
આ અનુમાનિત ટાઈટેબલ ૨૦૨૫માં ધોરણ ૯ અને ૧૧ના રજિસ્ટ્રેશન ડેટા આધાર પર તૈયાર કર્યું છે. બોર્ડનું કહેવું છે કે તેનાથી છાત્રોને પૂરતો સમય મળશે કે તે પોતાની તૈયારીઓ યોજનાને વ્યવસ્થિત કરી શકે અને અધ્યયનમાં અનુશાસન રાખી શકે.
સીબીએસઈએ સ્પષ્ટ કર્યું કે ફાઈનલ ડેટ્સ પરીક્ષાની નજીક જાહેર કરવામાં આવશે. જાે કે, આ અનુમાનિત ટાઈમટેબલ તમામ છાત્રો, સ્કૂલો અને શિક્ષકો માટે પ્રારંભિક રુપરેખા આપે છે. બોર્ડે એવું પણ કહ્યું કે, સમય પર પરિણામની પુષ્ટિ કરવા માટે મૂલ્યાંકન અને ઉત્તર પુસ્તિકાઓની તપાસ જેવી પ્રક્રિયાને પણ યોજનાબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવશે.
ફાઈનલ ડેટ શીટ સ્કૂલો દ્વારા ઉમેદવારોની અંતિમ યાદી જમા કરાવ્યા બાદ જાહેર કરવામાં આવશે. હાલમાં ટેંટિટિવ શિડ્યૂલ છાત્રો અને સ્કૂલોને સમય મેનેજ અને તૈયારી રણનીતિ બનાવવામાં મદદ કરશે.
