
અભિનેત્રીના ચોંકાવનારા દાવા મુંબઈની પાર્ટીઓમાં ડ્રગ્સ… પત્ની-ગર્લફ્રેન્ડની અદલાબદલી જાણીતી અભિનેત્રી આંચલ ખુરાનાએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે મનોરંજન જગતમાં હડકંપ મચી ગયો છે ટીવી એક્ટ્રેસ આંચલ ખુરાનાએ સપનાની નગરી મુંબઈની પાર્ટી લાઈફ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. અભિનેત્રીએ કહ્યું કે તેમના માટે મુંબઈ એ પાર્ટી કરવા માટેની જગ્યા નથી પરંતુ કામની જગ્યા છે. તેણે દાવો કર્યો કે ઈન્ડસ્ટ્રીની કેટલીક પાર્ટીઓમાં ડ્રગ્સ, કાસ્ટિંગ કાઉચ અને કપલ્સ વચ્ચે પાર્ટનરની અદલાબદલી જેવી ચીજાે થતી હોય છે. બોલીવુડ બબલ સાથે વાતચીતમાં આંચલે કહ્યું કે, મુંબઈમાં તેનું ફોકસ ફક્ત કામ પર હોય છે. તે છેલ્લા ૧૦-૧૫ વર્ષથી જ્યારે પણ પાર્ટી કરવાનું મન થાય ત્યારે તેના ભાઈ કે પરિવાર પાસે જતી રહે છે. અભિનેત્રીના જણાવ્યાં મુજબ તે મુંબઈમાં મિત્રો સાથે પાર્ટી કરવાની જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવો, ચિલ કરવું અને ડ્રિંક કરવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે તેણે મુંબઈમાં ક્યારેય વધુ મિત્રો બનાવ્યા નથી, કારણ કે તેને અહીંની પાર્ટી સિસ્ટમ ખુબ ખરાબ લાગે છે.
મુંબઈની શોબિઝ લાઈફ અને પાર્ટીઓ વિશે પોતાના અનુભવોના આધારે અભિનેત્રી આંચલે અનેક ગંભીર દાવા કર્યા.
અભિનેત્રીએ કહ્યું કે આવી પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થાય છે. કાસ્ટિંગ કાઉચ જેવી વસ્તુઓ પણ હોય છે.
તેણે એવો પણ દાવો કર્યો કે કેટલીક પાર્ટીઓમાં પત્ની અને ગર્લફ્રેન્ડ્સની અદલાબદલી થાય છે.
જાે કે આંચલે એમ પણ કહ્યું કે આ પ્રકારની ચીજાેમાં સામેલ થનારા કેટલાક લોકો પોતાની મરજીથી આવું કરતા હોય છે.
આંચલે એવા કપલ્સ ઉપરપણ નિશાન સાંધ્યુ જે સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન અને સંબંધને લઈને કપલ ગોલ્સની સલાહ આપતા નજરે ચડે છે. તેણે દાવો કર્યો કે બહારથી ખુબ ખુશ દેખાતા કેટલાક મેરિડ કપલ્સ પણ પોતાના પાર્ટનરને ચીટ કરતા હોય છે. આંચલના જણાવ્યાં મુજબ તે આવી નકારાત્મકતાથી દૂર રહેવા માંગે છે.
આંચલે કહ્યું કે, તે નેગેટિવ લોકો અને તેમની વાતોને ખુબ જલદી પકડી લે છે. આથી આવા લોકો સાથે તે હળવા મળવાનું ઓછું રાખે છે. આંચલે પોતાની વાતને ખુબ જ મજેદાર અંદાજમાં આગળ વધારી. તેણે જણાવ્યું કે જાે તને કોઈ જગ્યાએ નકારાત્મક વાઈબ મહેસૂસ થાય છે તો તે ઘરે આવ્યા બાદ પાણીમાં મીઠું નાખીને ન્હાય ચે. તેનું કહેવું છે કે આમ કરીને તે પોતાનો ઓરા ક્લીન કરે છે. એટલે કે પોતાને નજર લાગતા બચાવે છે.
અભિનેત્રી આંચલનો મુંબઈમાં જાે કે પાર્ટી કરવાનો પોતાનો એક અલગ જ ફોર્મ્યૂલા છે. તેનું કહેવું છે કે કામ પર ફોકસ કરો, નેગેટિવ લોકોથી દૂર રહો અને જાે વાઈબ ખરાબ લાગે તો મીઠાવાળા પાણીથી ઓરા સાફ કરો. અભિનેત્રીનું આ નિવેદન હાલ ખુબ ચર્ચામાં છે અને મનોરંજન જગતની ઝાકમઝોળ પણ સવાલના ઘેરામાં છે.




