
ફિલ્મમાં થલપતિ વિજય લીડ રોલમાં જાેવા મળશે થલપતિ વિજય જન નાયકનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું થલપતિ વિજયની આ ફિલ્મ ૨૩ જુલાઈનાં રોજ રિલીઝ થશે : લાંબા સમયથી આ ફિલ્મ પોસ્ટપોન થઈ રહી હતી થલપતિ વિજયની છેલ્લી ફિલ્મ જન નાયકન હવે મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ ૨૩ જુલાઈનાં રોજ રિલીઝ થશે. લાંબા સમયથી આ ફિલ્મ પોસ્ટપોન થઈ રહી હતી, પરંતુ હવે ફાઈનલી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જાે કે હાલમાં ટિકિટની કિંમત પણ જાેરદાર છે. આમ, તમે થલપતિ વિજયનાં ફેન છો અને એડવાન્સ બુકિંગ કરાવવા ઇચ્છો છો તો ટિકિટની કિંમતો પર નજર કરી લો.
બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને કેરાલામાં જન નાયકનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મનાં તમિલ વર્ઝન માટે અનેક જગ્યા પર ટિકિટની કિંમત ૧૦૦થી ૮૦૦ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. બેંગલુરુમાં શોની ટિકિટ ૫૦૦-૮૦૦ રૂપિયામાં મળી રહી છે. આ સાથે જ કેટલીક ટિકિટનાં ભાવ ૧૦૦૦ રૂપિયાથી પણ વધારે છે. આ સાથે અનેક થિયેટરમાં સવારમાં ૬.૩૦ વાગ્યાના શોની ટિકિટ પણ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. સિનેપોલિસ નેક્સસ શાંતિનિકેતનમાં રિક્લાઈનર સીટોની કિંમત ૨૫૦૦ રૂપિયા છે. આ અત્યાર સુધીની સૌથી વધારે કિંમત છે. આમ, થલપતિ વિજયની ફિલ્મને લઈને દર્શકોમાં જાેરદાર ક્રેઝ જાેવા મળી રહ્યો છે.
ફિલ્મ નિર્માતાઓએ ભલે કહાનીને લઈને ચુપ્પી રાખી હોય, પરંતુ જન નાયકનના ટ્રેલર પરથી સંકેત મળે છે કે આ એક સામાન્ય વ્યક્તિની કહાની છે જે અન્યાયને જાેઈને ચૂપચાપ ઊભા રહેવાને બદલે અવાજ ઉઠાવવાનો ર્નિણય કરે છે. આ તમિલ સુપરસ્ટારની વિરાસતનો જશ્ન મનાવે છે. આમ, તમને જણાવી દઈએ કે ફિલ્મને વિનોથે ડાયરેક્ટ કરી છે. આ સાથે જ ફિલ્મને KVN પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે.
આ એક રાજનૈતિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં થલપતિ વિજય મુખ્ય ભૂમિકામાં છે. પૂજા હેગડે અને બોબી દેઓલ પણ આ ફિલ્મમાં જાેવા મળશે. મામિતા બૈજૂ, પ્રિયામણિ, ગૌતમ વાસુદેવ મેનન અને નારાયણ સહાયક જાેવા મળશે. આ મૂવીમાં એક્શન સીક્વન્સ, ડાન્સ નંબર અને ઇમોશનલ ડ્રામા જાેવા મળશે. આ તમિલ સુપરસ્ટારની વિરાસતનો જશ્ન મનાવે છે. આમ, વાત કરવામાં આવે તો આ ફિલ્મને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જાે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી શકે છે હવે એ જાેવાનું રહેશે.




