
દીપિકા બાદ વધુ એક દિગ્ગજ અભિનેત્રીએ ઊઠાવ્યો અવાજ.‘મારે પણ બાળકી છે, હું ૧૬ કલાક કામ ના કરી શકું’.‘જ્યાં સુધી મેકર્સ ૧૨ કલાકની શિફ્ટ માટે સંમત ન થાય હું કામ પર પરત નહીં ફરૂ’ : અભિનેત્રી રાધિકા આપ્ટે.માતા બન્યા બાદ દીપિકા પાદુકોણની ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડને લઈને સતત ચર્ચા ચાલી રહી છે અને હવે આ ડિમાન્ડમાં એક અન્ય ફીમેલ બોલિવૂડ એક્ટ્રેસ સામેલ થઈ ગઈ છે. છેલ્લાં કેટલાક મહીનાઓથી દીપિકાના માતા બન્યા બાદ કામના કલાકોને લઈને વિવાદે જાેર પકડ્યું છે. મહિલા એક્ટ્રેસેસ ખાસ કરીને ન્યૂ મૉમ્સ માટે કામના કલાકો પર વિવાદ છેલ્લાં કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. આ વિવાદની શરૂઆત દીપિકા પાદુકોણ તરફથી કથિત રૂપે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ના કામના કલાકને લઈને ૮ કલાકની માંગથી શરૂ થઈ છે, ત્યાર બાદ ખબર સામે આવી કે, મેકર્સે તેને ફિલ્મમાંથી બહાર કાઢી દીધી છે.
હવે રાધિકા આપ્ટેએ પણ આ માંગ પર સંમતિ આપતા ખુશી વ્યક્ત કરી કે, આખરે આ વિષય પર વાતચીત શરૂ થઈ. રાધિકા આપ્ટેએ આ વિશે એક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘હું ત્યાં સુધી કામ નહીં કરી શકુ, જ્યાં સુધી મેકર્સ ૧૨ કલાકની શિફ્ટથી સંમત નહીં થાય. ૧૨ કલાકનો મારો અર્થ છે આખી શિફ્ટ જેમાં મેકઅપ હેર સ્ટાઇલ બધું હોય. નહીંતર અમે અસલમાં ૧૬ કલાક કામ કરીએ છીએ કારણ કે, ત્યારે તમારે ઓછામાં ઓછું ૧૪ કલાક સેટ પર રહેવું પડે છે, જેમાં હેર સ્ટાઇલ, મેકઅપ અને શિફ્ટ બધું કામ સામેલ છે. ત્યાર બાદ તમારે ઓછામાં ઓછું દોઢ કલાક ટ્રાવેલ કરવું પડે છે, ભલે તમે ગમે ત્યાંથી કામ કરી રહ્યા હોવ.’ રાધિકાએ કામના નક્કી સમય પર ભાર આપતા કહ્યું કે, ‘તમે ૧૬ કલાક સુધી ઘરથી દૂર ન રહી શકો. નહીંતર તમે તમારા બાળકને ક્યારેય જાેઇ જ નહીં શકો. ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ જે માતા બની ચુકી છે, તેમની મુશ્કેલીઓ છે. તેમને વીકેન્ડ પર રજા નથી મળતી, ક્યારેક-ક્યારેક તો લન્ચ બ્રેક પણ નથી મળતો. તેથી, મારા માટે આ પ્રકારે કામ કરવું સંભવ નથી. હું એવા મોટાભાગના પ્રોજેક્ટ પર કામ નહીં કરૂ. કારણ કે, ઘણાં લોકો આ વાતથી સંમત નહીં હોય. માતા બન્યા બાદ મારી બે ફિલ્મ રિલિઝ થઈ ‘સિસ્ટર મિડનાઇટ’ અને ‘સાલી મહોબ્બત’. આ વર્ષે મને ઘણું કામ મળ્યું પરંતુ, હું એપ્રિલ સુઘી કોઈ કામ હાથમાં નહીં લઉ અને મેં અનેક ઓફર્સ નકારી દીધી છે.’




