
પોસ્ટમાં તેની દીકરી રાહા કપૂરની પણ ઝલક જાેવા મળી “તું સાથે છે તો દિવસ રાત છે” : આલિયાની રણબીરને એનિવર્સરી વિશ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર રણબીર કપૂર સાથેની એનિવર્સરી ટ્રિપની ઝલક શેર કરી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ૧૪ એપ્રિલે તેમનાં લગ્નની ચોથી એનિવર્સરી ઉજવી રહ્યાં છે. આ ખાસ દિવસે, આલિયાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે, જેમાં ઓસ્ટ્રિયન આલ્પ્સમાં તેમનાં હોલિડેની ઝલક જાેવા મળે છે.આ કપલ લેચ નામના સુંદર ગામમાં આ ખાસ દિવસ ઉજવી રહ્યું છે, જે તેનાં બર્ફીલાં પહાડો માટે જાણીતું છે. આલિયાએ શેર કરેલી તસવીરો અને એક નાનકડા વિડિયોમાં બંને બરફમાં સમય વિતાવતાં જાેવાં મળે છે, જેમાં સ્કીંગ અને ઠંડી વચ્ચે ગરમ પીણાં સાથે આરામમાં વિતી રહેલી ક્ષણો પણ જાેવા મળે છે.
આ પોસ્ટમાં તેની દીકરી રાહા કપૂરની પણ ઝલક જાેવા મળે છે, જે આઉટિંગ દરમિયાન અલ્પાકાસ સાથે રમતી દેખાય છે. બરફથી ઢંકાયેલા પર્વતોમાં પરિવારની આ મસ્તીભરી ક્ષણો તસવીરોમાં કેદ કરવામાં આવી છે.તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું, “ક્યાંક ગ્લાઈડિંગ અને પડી જવામાં, ચાલવામાં અને ઘણી વાતોમાં… અમે અમારું એક સુંદર જીવન બનાવી લીધું છે. ટૂંકમાં… તું સાથે છે તો દિવસ રાત છે.”આ અંતિમ લાઇન આલિયાની ફિલ્મ ‘હાઈવે’ના ગીત ‘માહી વે’ના શબ્દોનો સંદર્ભ આપે છે, જેમાં તેણે રણદીપ હુડ્ડા સાથે અભિનય કર્યાે હતો.જાે રણબીર અને આલિયાના કામની વાત કરવામાં આવે તો, રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ માટે તૈયારીઓ કરી રહ્યો છે, જેમાં તે ભગવાન રામનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી, રવિ દુબે, સની દેઓલ અને યશ પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ બે ભાગની ફિલ્મનો પ્રથમ ભાગ આ વર્ષે દિવાળીએ રિલીઝ થવાનો છે.આ સિવાય આલિયા અને રણબીર બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વૉરમાં પણ વિકી કૌશલ સાથે કામ કરી રહ્યાં છે.




