
ડેવિડ ધવને ધમાકેદાર વાપસીનું વચન આપ્યું વરુણ ધવન પૂજા અને મૃણાલ વચ્ચે ડબલ લવ ટ્વિસ્ટમાં ફસાયો વરુણની પિતા ડેવિડ ધવન સાથેની બહુ અપેક્ષિત ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ટીઝર જાહેર કરાયું ડેવિડ ધવને ધમાકેદાર વાપસીનું વચન આપ્યું છે, કારણ કે મેકર્સે ક્વિર્કી ફર્સ્ટ લૂક ટીઝર રજૂ કર્યું છે, જે રોમાન્સ, ગૂંચવણ અને ક્લાસિક બોલિવૂડ મસાલાનો ફિલ્મ હોવાનો સંકેત આપે છે.વરુણની પિતા ડેવિડ ધવન સાથેની બહુ અપેક્ષિત ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ટીઝર મંગળવારે જાહેર કરવામાં આવ્યો છે અને તે મનોરંજન, રોમાન્સ અને ખાસ કોમેડીનો પૂરતો ડોઝ આપશે એવું લાગે છે. ડેવિડ ધવનનું કમબૅક દર્શાવતી આ ફિલ્મમાં વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે.રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ ડેવિડ ધવને ડિરેક્ટ કરેલી ૪૬મી ફિલ્મ છે અને તેઓ પ્રોડ્યુસર રમેશ તોરાની અને ટિપ્સ ફિલ્મ્સ સાથે ફરી જાેડાયા છે.
ફિલ્મનો ફર્સ્ટ લૂક એક અનોખા અને ક્વિર્કી અંદાજથી શરૂ થાય છે. બે નાનાં બાળકોનાં દ્રષ્ટિકોણથી કહેલી વાર્તા તરત જ રસ જાગાવે છે અને ફિલ્મનો મિજાજ રમુજી બનાવે છે.જેમ જેમ ટીઝર આગળ વધે છે, તે ફિલ્મની રંગીન દુનિયા અને મુખ્ય પાત્રોને રજૂ કરે છે— વરુણ ધવન ‘જસ’ના પાત્રમાં જાેવા મળે છે, જ્યારે મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે ‘બાની’ અને ‘પ્રીત’ના પાત્રોમાં છે. ટીઝર એક ક્લાસિક રોમેન્ટિક ગૂંચવણ તરફ સંકેત આપે છે, જેમાં વરુણનું પાત્ર પ્રેમના ત્રિકોણમાં ફસાયેલું દેખાય છે. સાથે જ, બાળકનું નેરેશન “ડબલ ટ્રબલ” પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે, જે ડ્યુઅલ આઈડેન્ટિટી અથવા સંબંધોની ગડબડ તરફ સંકેત આપે છે, જે ડેવિડ ધવનની ફિલ્મોની ઓળખ છે. વિઝ્યુઅલ ટોન બ્રાઇટ, રંગીન અને ભવ્ય છે, જે ડેવિડ ધવનની માસ એન્ટરટેનર ફિલ્મોની પરંપરા સાથે મેળ ખાય છે. ફિલ્મનું એનર્જેટીક ટાઇટલ ટ્રેક પણ સંગીતના દૃષ્ટિકોણે સફળ આલ્બમની ઝલક આપે છે, જે ડેવિડ ધવન અને ટિપ્સ વચ્ચેના સફળ મ્યુઝિકલ કોલબરેશનને આગળ વધારે છે. જ્યારે દર્શકો હલકા-ફુલકા અને મનોરંજક સિનેમાની શોધમાં છે, ત્યારે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ એક ફીલ-ગૂડ થિયેટ્રિકલ અનુભવ સાબિત થઈ શકે છે. ટિપ્સ ફિલ્મ્સ લિમિટેડ અને મેક્સિમિલિયન ફિલ્મ્સ (યુકે) દ્વારા નિર્મિત આ ફિલ્મ ૨૨ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફર્સ્ટ લુકને જાેતા લાગે છે કે આ વેકેશન દરમિયાનની સૌથી મનોરંજક ફિલ્મોમાંથી એક બની શકે છે.




