
બે દેશો વચ્ચેના સ્પાય મિશનથી અલગ સ્પાય સ્ટોરી રજુ કરશે આલિઆ યશરાજના સ્પાય યુનિવર્સમાં પહેલી વખત ભારત પાકિસ્તાનની વાર્તા નહીં હોય ‘ધ રેલવે મેન’ જેવી બહુચર્ચિત વેબ સિરીઝના દિગ્દર્શક શિવ રાવેલ દ્વારા ર્નિદેશિત આ ફિલ્મ હવે ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં જેટલી પણ જાસુસો આધારીત ફિલ્મ બની છે, તેમાં હંમેશા ભારત અને પાકિસ્તાની સંબંધો અને આ બે દેશ વચ્ચેની જાસુસીની જ વાત કરવામાં આવી છે. પછી તે સન્ની દેઓલની હિરો હોય, આલિયાની આગળની ફિલ્મ રાઝી હોય કે પછી તાજેતરની ધુરંધર. ભારત પાકિસ્તાનના જાસુસો પર અનેક ફિલ્મ અને સિરીઝ બની ચુક્યા છે. યશરાજ ફિલ્મ્સની જ આગળની સ્પાય યુનિવર્સની ફિલ્મોમાં તેમનાં બધાં જ સ્પાય ભારત પાકિસ્તાનના મિશળનો પર કામ કરતા જ જાેવા મળ્યા છે. પરંતુ આ વખતે આલિયાની ફિલ્મમાં યશરાજના સ્પાય યુનિવર્સમાં કંઈક અલગ સ્પાય જાેવા મળે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ અભિનીત ‘આલ્ફા’ અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર એવી અટકળો ચાલી રહી છે કે ફિલ્મમાં એક ભારતીય અને એક પાકિસ્તાની જાસૂસ મળીને મિશન પાર પાડશે, તે સંપૂર્ણપણે ખોટી હોવાનું ફિલ્મ સાથે જાેડાયેલા સુત્રોએ જણાવ્યું છે.ફિલ્મ સાથે નજીકથી સંકળાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર, “આલિયા ભટ્ટ ‘આલ્ફા’માં જાસૂસ નહીં પરંતુ એક એસેસિન (હત્યારી) તરીકે યશરાજ સ્પાય યુનિવર્સમાં પ્રવેશ કરી રહી છે. તેથી ફિલ્મ અગાઉની સ્પાય યુનિવર્સની ફિલ્મોમાં જાેવા મળેલા પરંપરાગત અથવા જાણીતા ટ્રોપ્સને અનુસરશે નહીં. ‘આલ્ફા’ એક એવી યુવતીની નવી વાર્તા છે જેને બાળપણથી જ એક ખતરનાક કિલિંગ મશીન તરીકે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મિત્રતા કે સંબંધ દર્શાવવામાં આવશે નહીં.”સૂત્રે વધુમાં જણાવ્યું, “ફિલ્મમાં ભારત-પાકિસ્તાનની સંયુક્ત મિશનવાળી કોઈ વાત પણ નથી. ‘આલ્ફા’ ભારતની બહાદુરી અને તેના પોતાનાં દુશ્મનોનો ર્નિદયીપણે ચોકસાઈ સાથે સામનો કરવાની ક્ષમતાને ઉજાગર કરતી ફિલ્મ હશે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ઉલટું, આ ફિલ્મમાં કોઈ સરહદપારની કહાની નથી કે જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સમાધાનનો મુદ્દો હોય. આવી તમામ અફવાઓને સંપૂર્ણપણે નકારી શકાય.” અહેવાલો અનુસાર, ‘આલ્ફા’ એક એવી યુવતીની કહાની છે જેને બાળપણથી જ એક ઘાતકી ખુની બનવા માટે તાલીમ આપવામાં આવે છે. તેને કોઈ પર વિશ્વાસ ન કરવા અને એકલા જીવતા રહેવાની કળા શીખવવામાં આવે છે. ફિલ્મમાં મુખ્ય પાત્રને ‘લોન વુલ્ફ’ (એકલો શિકારી) તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. કઠોર પરિસ્થિતિઓમાં ઉછરેલી આ યુવતીનાં જીવનનાં ઘાવ અને સંઘર્ષ તેને દુનિયાની સૌથી ખતરનાક કિલર્સમાંની એક બનાવી દે છે.ફિલ્મ અંગેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે અને ચાહકોને એક હાઈ-સ્ટેક્સ, થ્રિલથી ભરપૂર અને સંપૂર્ણ મનોરંજન આપતી એક્શન ફિલ્મ જાેવા મળશે તેવી અપેક્ષા છે. ‘આલ્ફા’માં શરવરી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે, જ્યારે બોબી દેઓલ વિલનના પાત્રમાં અને અનિલ કપૂર એક મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.‘ધ રેલવે મેન’ જેવી બહુચર્ચિત વેબ સિરીઝના દિગ્દર્શક શિવ રાવેલ દ્વારા ર્નિદેશિત આ ફિલ્મ હવે ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.



