
ફિલ્મ હવે મે ૨૦૨૬માં રિલીઝ થશે આયુષ્માન સારા અલી ખાનની ફિલ્મ પતિ પત્ની ઔર વો ૨ની રિલીઝ મુલતવી ગયા વર્ષના ઓક્ટોબરમાં નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં આયુષ્માન ખુરાના પ્રજાપતિ પાંડેના રોલમાં હતો આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ સહિતની સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો ૨’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી છે. હવે આ કોમેડી-ડ્રામા ફિલ્મ ૧૫ મે, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.ફિલ્મની ઓફિશીયલ જાહેરાત થઈ ત્યાર બાદથી જ ‘પતિ પત્ની ઔર વો ૨’ને ચર્ચામાં રહી છે. ૨૦૧૯માં આવેલી સફળ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની આ સિક્વલ અગાઉ હોળીના તહેવારો દરમિયાન ૪ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી. જાેકે હવે નિર્માતાઓએ તેની રિલીઝ આગળ લઇ જવાનો ર્નિણય લીધો છે અને નવી તારીખ જાહેર કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શએ સોશિયલ મીડિયા પ્લેટફર્મ એક્સ પર ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. તેમની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, “આયુષ્માન ખુરાના – સારા અલી ખાન – વામિકા ગબ્બી – રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો ૨’ને નવી રિલીઝ તારીખ મળી છે. પ્રજાપતિ પાંડેની દુનિયામાં આપનું સ્વાગત છે. મુદસ્સર અઝીઝ દિગ્દર્શિત આ ફિલ્મ હવે ૧૫ મે, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં આવશે. ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમાર અને રેણુ રવિ ચોપ્રાએ કર્યું છે, જ્યારે જુનો ચોપ્રા ક્રિએટિવ પ્રોડ્યુસર છે.”તાજેતરના અહેવાલ અનુસાર, ફિલ્મ ૪ માર્ચે રિલીઝ ન થવાનું મુખ્ય કારણ એ છે કે તેનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ હજી પૂરું થયું નથી અને એક ગીતનું શૂટિંગ પણ બાકી છે. અહેવાલમાં જણાવાયું છે કે નિર્માતાઓ કોઈ ઉતાવળ કરવા માગતા નથી અને દર્શકોને સંપૂર્ણ મનોરંજક અને આકર્ષક ફિલ્મ આપવા માટે પૂરતો સમય લેવા ઇચ્છે છે.આ ફિલ્મ સાથે દિગ્દર્શક મુદસ્સર અઝીઝ ફરી એકવાર આ ળેન્ચાઇઝીમાં પરત ફરી રહ્યા છે. પહેલા ભાગમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં હતા. આ વખતે નવી સ્ટારકાસ્ટ સાથે વધુ મજેદાર અને વધારે કોમિક પરિસ્થિતિઓનું સાથેની ફિલ્મ બનાવવામાં આવી છે.ગયા વર્ષના ઓક્ટોબરમાં નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં આયુષ્માન ખુરાના પ્રજાપતિ પાંડેના રોલમાં હતો. પોસ્ટર દ્વારા પ્રેમ, હાસ્ય અને લગ્નજીવનની ગૂંચવણોથી ભરેલી એક નવી દુનિયાની ઝલક પણ આપવામાં આવી હતી.




