
સિક્વલની વાર્તા તેના વિલન પર આધારીત હશે તુંબાડ ૨માં વિલન કોણ? અક્ષય ખન્ના કે નવાઝુદ્દીન સિદ્દીકી તુંબાડ મૂળ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને તેની સિનેમેટોગ્રાફી પણ ખુબ વખણાઈ હતી હિન્દી સિનેમામાં બહુ થોડા કલાકારો એવા છે જે જટિલ પાત્રોમાં પણ શાંતિ સાથે ડર અને માનસિક ઉંડાણનો અનુભવ કરાવતા પાત્રોને જીવંત શકે છે. તેમાં અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારોનો સમાવેશ થાય છે. ખાસ તો અક્ષય ખન્નાનો તાજેતરમાં છાવામાં ભજવેલો પ્રભાવશાળી વિલનનો રોલ હોય કે ધુરંધરમાં તેનું ઊંડું અને નેગેટિવ પરફોર્મન્સ, અથવા નવાઝુદ્દીન સિદ્દીકીની અનિશ્ચિત છતાં ગ્રે-શેડ પાત્રોને જીવંત બનાવવાની ક્ષમતા જાણીતી છે. નવાઝુદ્દીનની આ પહેલાં આવેલી ફિલ્મો રમન રાઘવ હોય કે પછી મેડોકની થામામાં તેની ઝલક જાેવા મળી છે. લાંબા સમયથી નવાઝને આવા કોઈ રોલની રાહ હતી. ત્યારે હવે તુંબાડની સિક્વલમાં આ બે કલાકારોમાંથી કોઈ એકના નામની ચર્ચા છે. આ અંગેના અહેવાલો મુજબ, સિક્વલની વાર્તા તેના વિલન પર આધારીત છે. એક સુત્રએ જણાવ્યું “તુંબાડ ૨ની વાર્તામાં શક્તિશાળી વિલન કેન્દ્રસ્થાને છે. ટીમ સીક્વલમાં વધુ ઊંડા અને પ્રભાવશાળી વિલન સાથે આગળ વધવા ઇચ્છે છે.”
જ્યારે આ બંને કલાકારોના નામની ચર્ચા અંગે સુત્ર જણાવે છે, “અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિદ્દીકી, બે નામ હાલ ચર્ચામાં છે. નૈતિક રીતે જટીલ અને અનિશ્ચિતતાભર્યાં પાત્રો ભજવવાની તેમની ક્ષમતા તેમને તુંબાડની દુનિયા માટે મજબુત વિકલ્પ બનાવે છે.”નિર્માતાઓ માત્ર પરંપરાગત વિલન નહીં પરંતુ તેના કરતાં કંઈક વધારે શોધી રહ્યા છે. તેમનો હેતુ માનસિક રીતે મજબુત અને નૈતિક રીતે ખુબ મહત્વાકાંક્ષાઓ ધરાવતું પાત્ર તૈયાર કરવાનો છે. એવું પાત્ર જેની સાથે તેમની કાલ્પનિક દુનિયા વિસ્તરે અને જે દુનિયામાં સોહમ શાહના પાત્રને આમને-સામને સમકક્ષ બનીને ટક્કર આપી શકે.તુંબાડ ૨ની પ્રક્રિયાઓ ઝડપથી આગળ વધી રહી છે. જયંતિલાલ ગડા જેનું નેતૃત્વ કરે છે તે પેન સ્ટુડિયોઝ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. તેથી સીક્વલને વિશાળ સ્તરના સિનેમેટિક અનુભવ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. મૂળ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને તેની સિનેમેટોગ્રાફી પણ ખુબ વખણાઈ હતી. આ ફિલ્મે ધીમે ધીમે સફળતા મેળવી વૈશ્વિક સ્તરે લોકપ્રિય કલ્ટ ફિલ્મ બની ગઈ હતી, જે લાલચ અને લોકકથાઓ આધારિત વાર્તા માટે વખણાઈ હતી. તેની ૨૦૨૪ની રી-રિલીઝને પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.




