
જાન્યુઆરી ૨૦૨૭માં દીપિકા કામ પર પાછી ફરશે દીપિકા મેટરનિટી લીવ પહેલાં ‘રાકા’નું પહેલું શીડ્યુલ પૂરું કરશે અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ ઉપરાંત ફિલ્મમાં રશ્મિકા મંદાના, જાન્હવી કપૂર અને મૃણાલ ઠાકુર પણ અગત્યના રોલમાં જાેવા મળશે
અલ્લુ અર્જુન અને અટલીની સાઇ ફાઇ એક્શન ફિલ્મ ‘રાકા’માં દીપિકા પાદુકોણની એન્ટ્રીએ ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. આ ફિલ્મ દ્વારા દીપિકા અને અલ્લુ અર્જુન પહેલી વખત એકસાથે મોટા પડદા પર જાેવા મળશે. તાજેતરમાં દીપિકાએ પોતાની બીજી પ્રેગનન્સી જાહેરાત કર્યાં બાદ હવે તેની પ્રેગનન્સી ફિલ્મના શૂટિંગને કેવી અસર કરશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી.હવે કેટલાંક અહેવાલમાં ફિલ્મનાં શૂટિંગ શીડ્યુલ અંગે મહત્વની માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ, દીપિકા સપ્ટેમ્બરમાં મેટરનિટી લીવ પર જતાં પહેલાં ‘રાકા’ના પહેલ શીડ્યુલનું પોતાનું શૂટિંગ પૂરું કરશે. અહેવાલમાં એક સૂત્રના જણાવ્યા અનુસાર, “દીપિકાની રજાઓ પહેલાં જ તેનો તમામ મહત્વનો ભાગ પૂર્ણ કરવાનો પ્લાન શરૂઆતથી જ હતો. સપ્ટેમ્બરથી તે ફિલ્મમાંથી થોડા સમય માટે દૂર રહેશે અને જાન્યુઆરી ૨૦૨૭, એટલે કે તેના જન્મદિવસ આસપાસ ફરી સેટ પર પરત ફરશે. ત્યારબાદ તે બાકી રહેલું પ્રમોશનલ શૂટિંગ તેમજ ‘રાકા’ના બીજા ભાગનું શૂટિંગ કરશે.” અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે દીપિકા રજા પર હોય ત્યારે પણ ફિલ્મનું શૂટિંગ અટકશે નહીં. બાકીના કલાકારો સાથે નિર્ધારિત શીડ્યુલ મુજબ શૂટિંગ ચાલુ રહેશે, જેથી ફિલ્મના નિર્માણનાં સમયપત્રક પર કોઈ અસર ન પડે.અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ ઉપરાંત ફિલ્મમાં રશ્મિકા મંદાના, જાન્હવી કપૂર અને મૃણાલ ઠાકુર પણ અગત્યના રોલમાં જાેવા મળશે. ફિલ્મને બે ભાગમાં રજૂ કરવાની યોજના છે અને બંને ભાગ ૨૦૨૭માં રિલીઝ થવાની સંભાવના છે. સુત્રે વધુમાં જણાવ્યું, “બીજા ભાગના શીડ્યુલ અંગેનો અંતિમ ર્નિણય પ્રથમ ભાગનું કામ પૂર્ણ થયા બાદ લેવામાં આવશે. બંને ભાગ ૨૦૨૭માં જ રિલીઝ થશે.”દીપિકા પાદુકોણે આ વર્ષે એપ્રિલમાં પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી, જેને ચાહકો અને ફિલ્મ જગત તરફથી શુભેચ્છાઓ મળી હતી. તે સમયે તે એક તરફ શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કરી રહી હતી અને બીજી તરફ ‘રાકા’ની તૈયારીમાં પણ વ્યસ્ત હતી. જાેકે ‘રાકા’ના નિર્માતાઓએ હજુ સુધી આ શીડ્યુલ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર દીપિકાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સમગ્ર શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.




