
ફિલ્મે ૨૬ દિવસની અંદર ભારતમાં ૭૫૪.૫૦ કરોડની કમાણી કરી.ધુરંધરને ‘બલોચ’ શબ્દ દૂર કરવા આઈ એન્ડ બી મંત્રાલયનો આદેશ.પહેલા અઠવાડિયે આ ફિલ્મે માત્ર ૨૧૮ કરોડની કમાણી કરી હતી અને હાલ આ ફિલ્મ ૮૦૦ કરોડનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે.૨૦૨૫ની બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ધુરંધર ખુબ સારી ચાલી છે. ફિલ્મે ૨૬ દિવસની અંદર ભારતમાં ૭૫૪.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. છતાં હજુ આ ફિલ્મ વધુ આગળ દોડી શકે એવી શક્યતા છે, ૨૦૨૬માં પણ આ ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ બનાવશે. પરંતુ ૧ જાન્યુઆરીએ આ ફિલ્મ ફરી રિલીઝ કરવામાં આવી છે, તેની પાછળનું કારણ, ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીનો આદેશ છે. ફિલ્મ એક્ઝિબિઝન સાથે સંકળાયેલા એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “દેશભરના થિએટરને ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી ૩૧ ડિસેમ્બરે એક ઇમેઇલ મળ્યો છે, જેમાં જાણ કરવામાં આવી છે કે, તેઓ ફિલ્મનું ડીસીપી બદલી રહ્યા છે. આ ફેરફારનું કારણ એ છે કે તેમણે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ તરફથી મળેલી સુચના અનુસાર, ફિલ્મમાં બે શબ્દ મ્યુટ કર્યા છે અને ફિલ્મના એક ડાયલોગમાં ફેરફાર કર્યા છે.
તેથી દરેક સિનેમાને ૧ જાન્યુઆરીથી ફિલ્મનું નવું વર્ઝન ડાઉનલોડ કરીને તે બતાવવા કહેવાયું છે.”ઇન્ડસ્ટ્રીના એક સુત્રના જણાવ્યા અનુસાર, “ધુરંધર ફિલ્મના નવા વર્ઝનમાંથી એક શબ્દ દૂર કરાયો છે, બલોચ.” આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર.માધવન, અર્જૂન રામપાલ, સારા અર્જૂન સહિતના કલાકારો છે અને ફિલ્મ દેશભરમાં ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મમાં ભારતમાં પાકિસ્તાનના એજન્ટની વાર્તા છે, આ ફિલ્મ આદિત્ય ધર દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને ધીમી શરુઆત થઈ હતી. પરંતુ ધીરે ધીરે ફિલ્મ ચાલી ગઈ છે અને કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. પહેલા અઠવાડિયે આ ફિલ્મે માત્ર ૨૧૮ કરોડની કમાણી કરી હતી અને હાલ આ ફિલ્મ ૮૦૦ કરોડનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે.




