
સિનેમા લોકોને એકબીજા સાથે જાેડે છે ડિજિટલ કન્ટેન્ટ એકલતા વધારે છે, સિનેમા જાેડાણ વધારે છે ઇમ્તિયાઝ અલીના મતે થિયેટરમાં ફિલ્મ જાેવાનો અનુભવ લોકોને સામૂહિક આનંદ અને લાગણીઓ આપે છે
ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીનું માનવું છે કે ડિજિટલ કન્ટેન્ટના વધતા વપરાશને કારણે લોકો વધુ એકલવાયા બન્યા છે, જ્યારે થિએટરમાં ફિલ્મ જાેવાનો અનુભવ લોકોને એકબીજા સાથે જાેડે છે. તેમણે કહ્યું કે કોવિડ પછી લોકોની ફિલ્મ જાેવાની આદતોમાં મોટા ફેરફાર આવ્યા છે.ઇમ્તિયાઝે જણાવ્યું કે આજે લોકો રીલ્સ, સ્ટોરીઝ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પહેલાં કરતાં અનેકગણું વધુ કન્ટેન્ટ જુએ છે. જાેકે, આ કન્ટેન્ટ મોટાભાગે મોબાઇલ કે અન્ય ઉપકરણો પર એકલાં બેસીને જાેવામાં આવે છે. તેનાથી વિપરીત, થિયેટરમાં ફિલ્મ જાેતી વખતે આસપાસના લોકો સાથે એકસરખી લાગણીઓ અને પ્રતિસાદ વહેંચવાનો આનંદ મળે છે.તેમણે કહ્યું કે માણસને બીજાથી અલગ-થલગ રહીને જીવવા માટે બનાવવામાં આવ્યો નથી. ડિજિટલ દુનિયાની મર્યાદા એ છે કે તે લોકોને એકલાં પાડે છે, જ્યારે સિનેમા સામૂહિક અનુભવ આપે છે. ફિલ્મો કેવી રીતે સફળ થાય તેનું કોઈ ચોક્કસ સુત્ર તેમની પાસે નથી, પરંતુ દર્શકો થિયેટરમાં જઈને ફિલ્મો જુએ તેવી તેમની આશા છે. તેમની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ના કિસ્સામાં આવો પ્રતિસાદ મળ્યો હતો.પોતાની છેલ્લી ફિલ્મને વિવેચકોના વખાણ અને વ્યાવસાયિક સફળતા બંને મળવી સદનસીબ ગણાવતાં ઇમ્તિયાઝે કહ્યું કે ફિલ્મમેકર અને દર્શકો વચ્ચે સીધો સંવાદ જરૂરી છે. કલાકારો અને સર્જકોએ લોકો સાથે જાેડાયેલા રહેવું જાેઈએ, જેથી તેઓ દર્શકોની અપેક્ષાઓ સમજીને પોતાના ક્ષેત્રમાં વધુ સારું કામ કરી શકે. અન્યથા સર્જકો અંધારામાં તીર ચલાવતા હોય એ રીતે કામ કરે છે અને ઘણીવાર તેમની રચના ધાર્યા પ્રમાણે સફળ થતી નથી. આગામી ફિલ્મ અંગે તેમણે જણાવ્યું કે હાલમાં તેઓ એક વાર્તા લખી રહ્યા છે. ફિલ્મ સમકાલીન વિષય પર હશે કે રોમેન્ટિક ડ્રામા હશે, તે હજી નક્કી નથી.




