
‘રામાયણ’ને સેન્સર બોર્ડની ખાસ મંજૂરી એક પણ કટ વિના ‘રામાયણ’ ફિલ્મને મળ્યું U સર્ટિફિકેટ ઝ્રમ્હ્લઝ્રએ કોઈ ફેરફાર સૂચવ્યા વિના ફિલ્મને આપી મંજૂરી, ૩ કલાક ૧૫ મિનિટની રહેશે ફિલ્મ રણબીર કપૂરની ‘રામાયણ’ રિલીઝના થોડા દિવસો પહેલાં જ એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર)એ ફિલ્મને એક પણ કટ કે ઓડિયો-વિઝ્યુઅલ ફેરફાર સુચવ્યા વિના ‘U’ સર્ટિફિકેટ આપ્યું છે. એટલું જ નહીં, બોર્ડે સામાન્ય રીતે સૂચવાતા ટાઇટલ, ક્રેડિટ્સ અથવા એન્ટી-ડ્રગ ડિસ્ક્લેમર જેવા કોઈ વધારાના ફેરફારો પણ માગ્યા નથી. ૩૦ ઓક્ટોબરે નિર્માતાઓને સોંપાયેલા સેન્સર સર્ટિફિકેટ મુજબ ફિલ્મની લંબાઈ ૧૯૫ મિનિટ એટલે કે ૩ કલાક ૧૫ મિનિટ છે. ‘U’ સર્ટિફિકેટનો અર્થ એ છે કે ફિલ્મ તમામ ઉંમરના દર્શકો માટે યોગ્ય માનવામાં આવી છે.તાજેતરના સમયમાં ‘ધ વિવાન’ અને ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ જેવી ફિલ્મો પણ કોઈ કટ વિના પાસ થઈ હતી, પરંતુ તેમને U/A 16+ રેટિંગ મળ્યું હતું. જ્યારે ‘રામાયણ’ને સીધું જ ‘U’ સર્ટિફિકેટ મળવું તેને વિશેષ બનાવે છે.નિતેશ તિવારી દિગ્દર્શિત આ ભવ્ય ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જાેવા મળશે. નમિત મલ્હોત્રા નિર્મિત ‘રામાયણ’ આગામી દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.




