
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર રવિવારે રાત્રે મુંબઈના જુહૂ વિસ્તારમાં તાબડતોડ ફાયરિંગ થયું. હુમલાખોરોએ તેમની કાર પર ૭ રાઉન્ડ ગોળીઓ ચલાવી.
ઘટના સમયે ટાઈગર પોતાની કારમાં બેઠેલો હતો, જ્યારે તેમનો ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. સદ્ભાગ્યે આ હુમલામાં ટાઈગર શ્રોફ આબાદ બચાવ થયો. હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે.
આ ઘટના બાદ દિશા પટની મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા તેમના ઘરે પહોંચી.
આ દરમિયાન તે ખૂબ જ પરેશાન જાેવા મળી. દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની કારમાં બેઠેલી દેખાઈ રહી છે. વિખરાયેલા વાળ અને ચહેરા પર દેખાતી ચિંતા વચ્ચે દિશાનો આ વીડિયો ચર્ચામાં છે.
આ ફાયરિંગમાં ટાઈગર શ્રોફના ડ્રાઈવર ઉપરાંત એક ઓટો ડ્રાઈવર પણ ઘાયલ થયો. ટાઈગર પોતે કાર ચલાવીને પોતાના ડ્રાઈવરને હોસ્પિટલ લઈને પહોંચ્યો. ત્યાં જ, ઘાયલ ઓટો ડ્રાઈવરની ઓળખ ૩૫ વર્ષીય ઉમેશ ચૌહાણ તરીકે થઈ છે. તેમના પેટમાં ગોળી વાગી હતી, જેના પછી તેમને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
આ ઘટના બાદ ટાઈગર શ્રોફની કેટલીક તસવીરો પણ સામે આવી છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ અભિનેતા સાથે મુલાકાત કરી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં ટાઈગર શર્ટ વગર નજરે પડી રહ્યો છે. તેમના શરીર પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. ત્યાં જ, જણાવવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ દરમિયાન ગનપાવડરના કારણે તેમનો હાથ દાઝી ગયો.




