
૨૩ સુપરહીરો સાથે બાથ ભીડશે ‘વિલન’.૪૫૦૦ કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ.આયર્ન મેન તરીકે વર્ષાે સુધી ફેન્સના દિલો પર રાજ કર્યા બાદ હવે તે ‘ડોક્ટર ડૂમ‘ બનીને MCU માં વાપસી કરી રહ્યો છે.માર્વેલ સ્ટુડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોસ્ટરમાં ડાર્ક બેકગ્રાઉન્ડ સાથે ડોક્ટર ડૂમનો શક્તિશાળી અને રહસ્યમય અંદાજ સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. પોસ્ટરની સાથે માત્ર બે જ શબ્દો લખવામાં આવ્યા છે – ‘ડૂમ્સડે ઈઝ કમિંગ’. આ ફિલ્મ ૧૮ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ લગભગ ૪૫૦૦ કરોડ રૂપિયાના તોતિંગ બજેટમાં બની રહી છે, જેના કારણે તેને હોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું ર્નિદેશન રુસો બ્રધર્સ કરી રહ્યા છે અને ફેવરિટ એક્ટર રોબર્ટ ડાઉની જુનિયર ડોક્ટર ડૂમના પાત્રમાં વાપસી કરી રહ્યો છે.‘એવેન્જર્સ: ડૂમ્સડે’ માં રોબર્ટ ડાઉની જુનિયર આ પાત્રને એક નવું જ રૂપ આપી રહ્યો છે. આયર્ન મેન તરીકે વર્ષાે સુધી ફેન્સના દિલો પર રાજ કર્યા બાદ હવે તે ‘ડોક્ટર ડૂમ‘ બનીને MCU (માર્વેલ સિનેમેટિક યુનિવર્સ) માં વાપસી કરી રહ્યો છે. પોસ્ટરમાં તેનો આ નવો અંદાજ ફેન્સને રોમાંચિત કરી રહ્યો છે. આ ફિલ્મમાં થોર, કેપ્ટન અમેરિકા, ફેન્ટાસ્ટિક ફોર, એક્સ-મેન અને અન્ય ઘણા સુપરહીરો ડોક્ટર ડૂમ સામે એકજૂટ થશે. ૪૫૦૦ કરોડના બજેટ અને આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. ફેન્સ હવે ૧૮ ડિસેમ્બર ૨૦૨૬ ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, જ્યારે ડોક્ટર ડૂમ સિનેમાઘરોમાં કહેર વર્તાવશે.
Related posts:
- રણવીર સિંહ ૩૦૦ કરોડની ‘પ્રલય’નો સહ નિર્માતા, કલ્યાણી પ્રિયદર્શનનો બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મની આવકમાં મોટી ભાગીદારી કરશે.રણવીર ૩૦૦ કરોડનું બજેટ ધરાવતી પ્રલયનો સહ નિર્માતા બન્યો.ફિલ્મ દ્વારા કલ્યાણી પ્રિયદર્શન બોલિવુડમાં ડેબ્યૂ...
- સીઆરઝેડ નિયમ ભંગ કેસમાં સલમાન ખાનને હાઈકોર્ટની નોટિસ, જવાબ બાદ થશે વધુ સુનાવણી નોટીસનો જવાબ મળ્યા બાદ આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે સલમાનને સીઆરઝેડ ભંગ માટે હાઈકોર્ટની નોટિસ સીઆરઝેડ નિયમનો...
- આદિત્ય રોય કપૂરને મળી વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી, મિલાપ ઝવેરીની ફિલ્મ ૨૦૨૭માં આવશે મિલાપ ઝવેરીની ફિલ્મ ૨૦૨૭માં આવશે આદિત્ય રોયને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી આશિકી ટુ બાદ નિર્માતા ભૂષણ...




