
ધર્મેન્દ્રના નિધન પછી ઈશાની પહેલી ફિલ્મ માલામાલ વીકલી ટુમાં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી સોનિયા બંસલે બીગ બોસમાં ભાગ લીધા બાદ મ્યુઝિક વિડિયો અને થોડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે માલામાલ વીકલી ટુ’ ફિલ્મમાં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી પડી છે. ઇશા રસપ્રદ પટકથાની રાહ જાેઇ રહી હતી અને આ ઓફર મળતાં જ તેણે તે સ્વીકારી લીધી હતી. ધર્મેન્દ્રના નિધન પછી તેણે આ પહેલી ફિલ્મ સ્વીકારી છે. છેલ્લાં કેટલાંક વર્ષાેથી તે ઓટીટી કે ફિલ્મોના પસંદગીના જ પ્રોજેક્ટસમાં કામ કરી રહી છે.સોનિયા બંસલે બીગ બોસમાં ભાગ લીધા બાદ મ્યુઝિક વિડિયો અને થોડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સોનિયાએ પણ આ ઓફરને સ્વીકારી લીધી છે.એકદમ નવી સ્ટોરી સાથે આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ‘માલામાલ વીકલી ટુ’માં અન્ય સ્ટારકાસ્ટમાં રવિના ટંડન, પરિણીતિ ચોપડા, શિલ્પા શિરોડકર, એલ્વિશ યાદવ, રાજપાલ યાદવ, મહેશ માંજરેકર અને ફરદીન ખાનનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું ર્નિદેશન ‘તેરી બાતો મેં એસા ઉલઝા જિયા’ ફેમ અમિત જાેશી કરવાના છે.




