લોકપ્રિય ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં તેની સીરિઝ ‘ગૃહ લક્ષ્મી’ માટે ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના ચાહકો સાથે કેટલીક અનસીન તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હિના ખાન પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે પોતાના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની વેબ સીરિઝ ‘ગૃહ લક્ષ્મી’ ના ન જોયેલા ફોટા ચાહકો સાથે શેર કર્યા છે. જેમાં તેનો ખૂબ જ સુંદર લુક જોવા મળ્યો હતો. આ તસવીરોમાં હિના ખાન એક સિમ્પલ હાઉસવાઈફના લૂકમાં જોવા મળી રહી છે.
દરેક તસવીરમાં તેણે કોટનની સાડી પહેરી છે. એક તસવીરમાં હિના ખાન પણ માર્કેટમાં લોચી ખરીદતી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતાં તેણે લખ્યું, ‘શું તમે ગૃહ લક્ષ્મી જોઈ છે?’ આ તસવીરોમાં હિના કપાળ પર બિંદી, વાળમાં વેણી અને પ્રિન્ટેડ સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ સિરીઝમાં હિના ખાનની સાથે એક્ટર ચંકી પાંડે પણ મહત્વની ભૂમિકામાં છે. થોડા દિવસો પહેલા બંનેએ સિદ્ધિવિનાયક મંદિરમાં આશીર્વાદ પણ લીધા હતા. તમને જણાવી દઈએ કે હિના ખાન હાલમાં તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અભિનેત્રીને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર છે.