
ટિકિટના ભાવમાં વધારો છતાં દર્શકો પરત ફર્યા ! હિન્દી ફિલ્મોની બોકસ ઓફિસ કમાણીમાં થયો ૧૮ ટકાનો વધારો ૨૦૨૫માં હિન્દી ફિલ્મોની ટિકિટ વેચાણમાં ૨૦૨૪ની તુલનામાં ૧૧.૩ ટકા વધારો થયો છે અને કુલ વેચાણ ૨૫૬ મિલિયન ટિકિટ સુધી પહોંચ્યું.
વર્ષ ૨૦૨૫ દરમિયાન હિન્દી સિનેમાએ થિયેટરોમાં દર્શકોની હાજરી (ફૂટફોલ)ના મામલે નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. અન્ય ભાષાની ફિલ્મોની તુલનામાં હિન્દી ફિલ્મો જાેવા માટે વધુ લોકો સિનેમાઘરો સુધી પહોંચ્યા હોવાનું ઓર્મેક્સ મીડિયા દ્વારા જાહેર કરાયેલા બોક્સ ઓફિસ ૨૦૨૫ રીપોર્ટમાં સામે આવ્યું છે.ઓર્મેક્સ મીડિયા એ મીડિયા અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રની જાણીતી રિસર્ચ સંસ્થા છે.રિપોર્ટ અનુસાર, ૨૦૨૫માં હિન્દી ફિલ્મોની ટિકિટ વેચાણમાં ૨૦૨૪ની તુલનામાં ૧૧.૩ ટકા વધારો થયો છે અને કુલ વેચાણ ૨૫૬ મિલિયન ટિકિટ સુધી પહોંચ્યું છે. આ વૃદ્ધિ ખાસ એટલા માટે મહત્વની છે કારણ કે આ જ સમયગાળામાં તમામ ભાષાની ફિલ્મોને મળીને સમગ્ર ભારતનો કુલ ફૂટફોલ ૫.૭ ટકા ઘટીને ૮૩૨ મિલિયન રહ્યો છે.મીરાજ સિનેમાસના મેનેજિંગ ડિરેક્ટર ભુવનેશ મેંદિરત્તાએ જણાવ્યું કે, આજે થિયેટરોમાં માત્ર ન્કટેન્ટ જ ચાલે છે. એ સમય હવે ગયો જ્યારે માત્ર સ્ટારડમના આધાર પર લોકો થિયેટરોમાં આવી જતા.
૨૦૨૫માં ઐતિહાસિક ફિલ્મ છાવા, રોમાન્ટિક ફિલ્મ સૈયારા, એનિમેશન ફિલ્મ મહાવતાર નરસિંહા અને સ્પાય થ્રિલર ધુરંધર જેવી વિવિધ શૈલીની હિન્દી ફિલ્મોની સફળતા આ વાત સાબિત કરે છે.આ સકારાત્મક વલણ હિન્દી ફિલ્મોની બોક્સ ઓફિસ કામગીરીમાં પણ સ્પષ્ટ રીતે જાેવા મળે છે. ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં હિન્દી ફિલ્મોની કુલ બોક્સ ઓફિસ કમાણી (ગ્રોસ) ૧૮ ટકા વધીને રૂ|.૫,૫૦૪ કરોડ થઈ છે. જ્યારે આ જ સમયગાળામાં સમગ્ર ભારતની તમામ ભાષાની ફિલ્મોની કુલ બોક્સ ઓફિસ કમાણી ૧૩.૨ ટકા વધીને રૂ|.૧૩,૩૯૫ કરોડ પહોંચી છે.ફૂટફોલમાં થયેલાં આ વધારાથી એ દલીલ નબળી પડે છે કે લોકો હવે થિયેટરોમાં જવા ઇચ્છતા નથી. જાેકે, પ્રોડ્યૂસર્સનું માનવું છે કે મુદ્દો થોડો સૂક્ષ્મ છે. થિયેટરોમાં સમૂહ અનુભવ (કમ્યુનિટી એક્સપિરિયન્સ) હજી પણ મહત્વનો છે, પરંતુ ફિલ્મો જાેવા થિયેટરોમાં જવાની આવર્તનતા ઘટી છે.કર્મિક ફિલ્મ્સના સહ-સ્થાપક અને ડિરેક્ટર સુનીલ વાધવાએ જણાવ્યું કે, ૨૦૨૪ની તુલનામાં ૨૦૨૫માં હિન્દી ફિલ્મો માટે થિયેટરોમાં ફૂટફોલમાં સ્પષ્ટ સુધારો જાેવા મળ્યો છે. આ વૃદ્ધિ એ સમયે આવી છે જ્યારે એવરેજ ટિકિટ પ્રાઇસ (ATP) સતત વધી રહી છે. તેનો અર્થ એ છે કે દર્શકો પસંદગીપૂર્વક એવી હિન્દી ફિલ્મો જાેવા થિયેટરોમાં પરત ફરી રહ્યાં છે, જે સાચો થિયેટ્રિકલ અનુભવ આપે છે.કોરોના બાદ ફિલ્મ ઉદ્યોગની આવકમાં થયેલો મોટાભાગનો સુધારો ફૂટફોલ કરતાં વધુ એવરેજ ટિકિટ પ્રાઇસ (ATP) વધવાથી થયો છે. ૨૦૨૫માં હિન્દી ફિલ્મોની અઝઙ ૬ ટકા વધીને રૂ|.૨૧૫ થઈ છે, જે ૨૦૨૪માં રૂ|.૨૦૩ હતી. તેની તુલનામાં સમગ્ર ભારતની ATP૨૦.૧ ટકા વધીને રૂ|.૧૬૧ થઈ છે, જે અગાઉ રૂ|.૧૩૪ હતી.ઓલ-ઇન્ડિયા અઝઙમાં થયેલાં મોટા વધારાનો મુખ્ય હિસ્સો દક્ષિણ ભારતીય ફિલ્મોએ આપ્યો છે. દક્ષિણની ફિલ્મોની ATP૨૦૨૫માં ૨૧.૮ ટકા વધીને રૂ|.૧૨૩ થઈ છે, જે ૨૦૨૪માં રૂ|.૧૦૧ હતી.




