
૨૦૧૫માં ભણસાલીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.સૌ પ્રથમ વખત ૨૬ જાન્યુ.ની પરેડમાં ભણસાલી ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરશે.આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ ૨૦૨૬માં પ્રથમવાર કોઈ ભારતીય ફિલ્મ દિગ્દર્શક ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે.ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે, આ વર્ષે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડ ૨૦૨૬માં પ્રથમવાર કોઈ ભારતીય ફિલ્મ ડિરેક્ટર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગેના અહેવાલો મુજબ જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી દ્વારા સિનેમાને સમર્પિત વિશેષ ટેબ્લો રજૂ કરવામાં આવશે.આ ટેબ્લો સોમવાર, ૨૬ જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં પ્રદર્શિત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સંજય લીલા ભણસાલી દ્વારા સાથે મળીને આ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે.આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “પ્રથમવાર ભારતીય સિનેમાના સાચા ધ્વજવાહક તરીકે સંજય લીલા ભણસાલી ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઐતિહાસિક સન્માન ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે અને રાષ્ટ્રીય સ્તરે ફિલ્મો બાબતે ઘણો ઉત્સાહ પ્રસરાવવાનું કામ કરશે. આ ક્ષણ માટે સંજય લીલા ભણસાલી કરતાં યોગ્ય પ્રતિનિધી બીજાે કોઈ હોઈ શકે નહીં.”સંજય લીલા ભણસાલી માત્ર ડિરેક્ટર જ નહીં, પરંતુ પ્રોડ્યુસર, સ્ક્રીનપ્લે રાઇટર, એડિટર અને સંગીતકાર તરીકે પણ જાણીતા છે. તેમને અત્યાર સુધીમાં સાત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળી ચૂક્યા છે.
૨૦૧૫માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.ભણસાલીએ ૧૯૯૬માં ખામોશી: ધ મ્યુઝિકલ દ્વારા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ હમ દિલ દે ચૂકે સનમ (૧૯૯૯) અને દેવદાસ (૨૦૦૨) જેવી ફિલ્મોથી તેમને ઘણી લોકપ્રિયતા અને સફળતા મળી હતી. ૨૦૦૫માં બ્લેક માટે તેમને શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં સાંવરિયા (૨૦૦૭), ગુઝારિશ (૨૦૧૦) જેમાં તેમણે સંગીતકાર તરીકે પણ ડેબ્યુ કર્યું હતું. તે ઉપરાંત ગોલિયોં કી રાસલીલા – રામલીલા (૨૦૧૩), બાજીરાવ મસ્તાની (૨૦૧૫), પદ્માવત (૨૦૧૮) અને ગંગુબાઈ કાઠિયાવાડી (૨૦૨૨)નો સમાવેશ થાય છે. ૨૦૨૪માં ભણસાલીએ પોતાનું મ્યુઝિક લેબલ ‘ભણસાલી મ્યુઝિક’ પણ લોન્ચ કર્યું હતું. તેમણે ઓટીટી પર પણ ડેબ્યુ કરતાં વેબ સિરીઝ ‘હીરામંડી’નું દિગ્દર્શન કર્યું હતું.હવે આવનારા દિવસોમાં સંજય લીલા ભણસાલી હાલ સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર સાથે ‘દો દીવાના શહેર મેં’ ફિલ્મ કૉ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઇલા અરુણ, જાેય સેનગુપ્તા, આયેશા રઝા, વિરાજ ઘેલાણી, સંદીપા ધર અને નવીન કૌશિક પણ મહત્વની ભૂમિકામાં છે. રવિ ઉદ્યવરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ઝી સ્ટુડિયોઝ અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને ૨૦ ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.તે ઉપરાંત, ભણસાલીની આગામી મોટી ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પહેલાં તો ક્રિસમસ ૨૦૨૫ પર રિલીઝ થવાની હતી, પરંતુ અહેવાલ મુજબ તેની રિલીઝ તારીખ આગળ ધકેલીને ૨૦ માર્ચ ૨૦૨૬ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. જાેકે, ફિલ્મની ટીમ તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.




