
ગીતકાર જાવેદ અખ્તરે “બોર્ડર” માટે ગીતો લખ્યાં હતાં ‘સંદેશે આતેં હૈં…’ બોર્ડરના આ દેશભક્તિના ગીતે ઈતિહાસ રચ્યો અનુ મલિક દ્વારા સંગીતબદ્ધ કરાયેલું અને સોનુ નિગમ તથા રૂપ કુમાર રાઠોડ દ્વારા ગવાયું હતું એને સંખ્યાબંધ પુરસ્કારો મળ્યા
આજે પણ ઓગસ્ટ મહિનો શરૂ થાય અને ક્રાન્તિના દિવસોની સ્મૃતિઓનો માહોલ સર્જવા લાગે ત્યારે સૌ કોઇ દેશભક્તોના માનસપટલ પર દેશભક્તિનાં ગીતોનો ગુંજારવ થવા લાગતો હોય છે. ભારતીય ફિલ્મ સંગીતે દેશભક્તિનાં સંખ્યાબંધ અસરકારક ગીતોની ભેટ ધરી છે. થોડાં વર્ષ પહેલાં આવેલી ‘બોર્ડર’ ફિલ્મે એની વાર્તા, સમગ્ર ફિલ્માંકન, એના કલાકારોનો અભિનય તેમજ તેનાં ગીત-સંગીતને કારણે લોકો પર અમીટ છાપ છોડેલી છે. રાજસ્થાનની ગૂજરાંવાલા બોર્ડર પર બનેલી ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ સમયની સત્યઘટના પર આધારિત આ ફિલ્મ આજે પણ નિહાળવી ગમે એવી છે. એનું સમગ્ર પ્રેઝન્ટેશન રોમાંચક છે. તેનાં બધાં ગીતો સુપરહિટ થયાં છે. તેમાં શિરમોર ગીત છે…”સંદેશે આતેં હૈં…” આજે પણ આ ગીત વાગતું હોય કે એની ટ્યુન પણ સાંભળવા મળે તો સૌ કોઇ રોમાંચિત થઇ ઊઠે છે. આ ગીત જેણે ઇતિહાસ રચ્યો… ભારતીય સૈનિકોની લાગણીઓને જીવંત કરી… ગાયકને રેકોર્ડિંગ કરતી વખતે આંસુઓ લાવી દીધાં…તેને ફિલ્મ નિર્માણ દરમિયાન શરૂઆતમાં નકારી કાઢવામાં આવ્યું હતું. તે ૯ મિનિટ લાંબુ હોવાથી હિટ થવાની શક્યતા ઓછી હોવાનું અને દર્શકોને કંટાળો લાવે એવું અનુમાન એ વખતે થયું હતું. પરંતુ હકીકત જુદી જ સર્જાઇ. “સંદેશે આતેં હૈં…” હિટ નહીં, સુપર હિટ થયું. ગીત જાવેદ અખ્તર દ્વારા લખાયેલું, અનુ મલિક દ્વારા સંગીતબદ્ધ કરાયેલું અને સોનુ નિગમ તથા રૂપ કુમાર રાઠોડ દ્વારા ગવાયું હતું એને સંખ્યાબંધ પુરસ્કારો મળ્યા. હિન્દી ફિલ્મોના યશસ્વી નિર્માતા-ર્નિદેશક જેપી દત્તાએ “બોર્ડર” બનાવી હતી. તેમને આ ફિલ્મની પ્રેરણા તેમના ભાઈ અનેસ્ક્વોડ્રન લીડર દીપક દત્તા પાસેથી મળી હતી, જે લોંગેવાલાના યુદ્ધનો ભાગ હતા. “બોર્ડર” નું આ ગીત જેપી દત્તાની માતાને કારણે બનાવવામાં આવ્યું હતું, જે દરરોજ તેમના પુત્ર (દીપક)ના પાછા ફરવાની આશા રાખતી હતી. જેપી દત્તાની પુત્રી નિધિ દત્તાએ એકવાર કહ્યું હતું કે તેમની દાદી રેડિયો પાસે આંગળીઓ ઓળંગીને બેસતી હતી, એવી આશામાં કે શહીદોના નામ જાહેર થાય ત્યારે દીપકનું નામ યાદીમાં ન હોય. બોર્ડર ૨ ના એક કાર્યક્રમમાં, નિધિ દત્તાએ કહ્યું, “રેડિયો પરથી દીપક દત્તાનું નામ લેવામાં આવતું ન હતું, ત્યારે દાદી મારા પિતાને કહેતી, ‘મારો દીકરો ઘરે આવશે.” નિધિએ સમજાવ્યું કે તેની દાદી દરરોજ તેના પિતા જેપીને આ વાત કહેતી. મારા પિતાને આ ઘટના યાદ હતી. એકવાર તેમણે જાવેદ સાહેબને તેના વિશે કહ્યું અને એક માતાની વેદના પર આધારિત આ ગીત બન્યું.”‘સંદેશે આતે હૈં…’ ગીતને સંગીતકાર અનુ મલિકે કમ્પોઝ કર્યું છે. જાે કે બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે આ ધૂન બીજા એક ફિલ્મ માટે તૈયાર કરી હતી, જેને જે નકારવામાં આવ્યું હતું. હવે જ્યારે ‘બોર્ડર’ માટે ‘સંદેશે આતે હૈં…’ ની રચના થઇ રહી હતી તે સમયે જાવેદ અખ્તર પણ હાજર હતા. તેમણે અનુ મલિકને તેમના પેલા જૂના ગીતની યાદ અપાવી અને પછી તો એ ગીતને સજાવવામાં આવ્યું ને એ હિટ થઇ ગયું. ગીતકાર જાવેદ અખ્તરે “બોર્ડર” માટે ગીતો લખ્યાં હતાં, જેના માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. ગીત કમ્પોઝ કરતી વખતે, તેમણે ૧૧ થી ૧૫ પાનાનાં ગીતો લખ્યા હતા. જ્યારે તેઓ અનુ મલિકને ગીતો બતાવવા ગયા, ત્યારે તેમને તે ગીતના શબ્દોપસંદ પડી ગયા.




