
નિખિલ નાગેશ ભટ્ટના હોલિવૂડ ડેબ્યૂથી સની દેઓલની ‘પરશુરામ’ અનિશ્ચિત સમય માટે મુલતવી નિખિલ નાગેશ ભટ્ટને સમય મળે તેની રાહ જાેવી અથવા નવા દિગ્દર્શકની નિમણૂક કરીને ફિલ્મ શરૂ કરવી ફિલ્મ ‘કિલ’થી જેના કામની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે એવા ડિરેક્ટર નિખિલ નાગેશ ભટ્ટ હવે હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તેઓ ઓસ્કાર વિજેતા અભિનેતા જેમી ફોક્સની એક્શન થ્રિલર ‘ડેડલૉક્ડ’ ડિરેક્ટ કરશે. આ સાથે જ તેમના આગામી હિન્દી પ્રોજેક્ટ ‘પરશુરામ’ને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે.આ અંગેના અહેવાલ મુજબ, એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘ડેડલૉક્ડ’નું વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્રાઇમ વિડિયો પર થશે. ફિલ્મની વાર્તા એક ભૂતપૂર્વ મરીન અધિકારીની છે, જે જ્યુરી ડ્યુટી દરમિયાન કોર્ટરૂમમાં સર્જાયેલા બંધક સંકટ વચ્ચે ફરી એકવાર એક્શનમાં ઉતરવા મજબુર બને છે.ફિલ્મની પટકથા એરિક સ્કોટ એન્ડરસન અને મેટ તાકેજિરો બોસેકે લખી છે, જ્યારે નિર્માતાઓમાં બ્રાયન કાવાનોફ-જાેન્સ, ફ્રેડ બર્ગર, ડેવ કેપલાન અને જેમી ફોક્સનો સમાવેશ થાય છે.નિખિલ નાગેશ ભટ્ટને ફિલ્મ ‘કિલ’થી વૈશ્વિક ઓળખ મળી હતી. ફિલ્મનું પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં થયું હતું અને બાદમાં લાયન્સગેટે તેના વૈશ્વિક વિતરણ અધિકારો ખરીદ્યા હતા. લક્ષ્ય અને રાઘવ જુયાલની આ ફિલ્મને ભારતની સૌથી હિંસક ફિલ્મોમાંની એક ગણાવવામાં આવી હતી અને તેણે બોક્સ ઓફિસ પર ૪૭ કરોડથી વધુની કમાણી કરી હતી.હોલિવૂડ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપતા નિખિલ નાગેશ ભટ્ટ હવે સની દેઓલ અભિનીત એક્શન થ્રિલર ‘પરશુરામ’નું દિગ્દર્શન હાલ નહીં કરી શકે. અગાઉ ઓક્ટોબર ૨૦૨૬માં શરૂ થનારી ફિલ્મ હવે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ અંગેના અહેવાલ મુજબ, નિર્માતા મધુ મન્ટેના અને માયથ્રી મુવી મેકર્સ હવે બે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે—નિખિલ નાગેશ ભટ્ટને સમય મળે તેની રાહ જાેવી અથવા નવા દિગ્દર્શકની નિમણૂક કરીને ફિલ્મ શરૂ કરવી. આ દરમિયાન ‘જાટ ૨’ને ઝડપથી આગળ વધારવાની ચર્ચા પણ ચાલી રહી છે, જાેકે હજુ કોઈ અંતિમ ર્નિણય લેવાયો નથી.સની દેઓલ ટૂંક સમયમાં ‘લાહોર ૧૯૪૭’, ‘ગબરુ’, નિતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન હનુમાનની ભૂમિકા તેમજ ‘એન્ટોની’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે. નિખિલ નાગેશ ભટ્ટ માટે ‘ડેડલૉક્ડ’ માત્ર હોલિવૂડ ડેબ્યુ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું મહત્વપૂર્ણ પગલું પણ સાબિત થઈ શકે છે.




