
‘કોઈ ફરક નથી પડતો’ ‘ટોક્સિક’માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યાે રોકિંગ સ્ટાર યશ! એકવાર ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે તો લોકો તેમના કામની ખૂબ પ્રશંસા કરશે : યશ આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં બોલ્ડ સીન્સને લઈને કિયારા અડવાણીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો હતો. કિયારાના ટ્રોલિંગ થતાં સાઉથ ભારતીય સુપરસ્ટાર યશ તેના બચાવમાં ઉતર્યાે છે. શનિવારે(૮ ઓગસ્ટ) બેંગલુરુમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન યશે કિયારાને સમર્થન આપ્યું હતું. યશે કિયારાની પ્રશંસા કરતા કહ્યું કે, ‘તેણે પોતાના વિચારો અને કામ પર વિશ્વાસ રાખવો જાેઈએ. તેમજ ઈન્ટરનેટ પર થઈ રહેલા ટ્રોલિંગને લઈને બિલકુલ પરેશાન થવું ન જાેઈએ. કોઈ ફરક નથી પડતોપ’યશે વધુમાં કહ્યું કે, ‘એકવાર ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે તો લોકો તેમના કામની ખૂબ પ્રશંસા કરશે. ફિલ્મમાં કિયારા ‘નાદિયા’ નામની સર્કસ કલાકારની ભૂમિકા ભજવે છે.’ ફિલ્મના ટીઝર અને તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘તબાહી’માં તેણે યશ સાથે ઘણા બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ કર્યા છે. આ સીન્સ વાઈરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ કિયારાને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ યશે તેના ડેડિકેશનની પ્રશંસા કરી હતી. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.કિયારાની એક્ટિંગને લઈને યશે કહ્યું કે, ‘શરૂઆતમાં ટીમને લાગ્યું હતું કે આટલાં મોટા સ્ટાર સાથે કામ કરવામાં થોડી પરેશાની આવી શકે છે. પરંતુ કિયારાએ પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું છે. એક એક્ટર તરીકે ટ્રોલિંગનો સામનો કરવો પડે તો તેની ચિંતા ન કરવી.’ યશે કિયારાને સલાહ આપતા કહ્યું કે, બીજા શું કહે છે તેને નજરઅંદાજ કરવું અને પોતાની કાબિલિયત પર વિશ્વાસ રાખવો. આમ, પોતાનું કામ દીલથી કરવું. કદાચ આપણી ફિલ્મ આપણા વિચારોથી પણ આગળ હોય.’નોંધનીય છે કે, ‘ટોક્સિક’ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ગીતુ મોહનદાસ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું પૂરું નામ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ છે. તે એક મેગા-બજેટ પેન-ઇન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને કન્નડ અને અંગ્રેજીમાં એકસાથે શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમમાં ડબ વર્ઝનમાં રિલીઝ થશે.‘ટોક્સિક’માં ફક્ત યશ અને કિયારા જ નહીં પરંતુ નયનતારા, તારા સુતારિયા, રુક્મિણી વસંત અને હુમા કુરેશી જેવા પ્રખ્યાત સ્ટાર્સ પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, યશ ફિલ્મમાં પિતા અને પુત્ર બંનેની ભૂમિકા ભજવશે. ટીઝર અને ટ્રેલર જાેઈને લાગે છે કે ફિલ્મમાં એક્શનનો મોટો ડોઝ જાેવા મળશે. ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકો હવે મોટા પડદા પર ફિલ્મના આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.




