
ગોવિંદા અને કોમલ રાણીને જાેઈ રાખી સાવંત લાલઘૂમ લાલબાગચા રાજાના મંડપમાં ગર્લફ્રેન્ડ સાથે દેખાયો ગોવિંદા “પ્રાણીઓને પ્રેમ કરો, મનુષ્યોને નહીં. માણસો દગાબાજ હોય છે. માણસને ગમે તેટલો પ્રેમ કરો કોઈ ફાયદો નથી, તે દગો જ આપે છે” : સુનિતા
લાલબાગચા રાજાના મંડપમાં ગર્લફ્રેન્ડ સાથે દેખાયો ગોવિંદા, રાખી સાવંતે આપી ખાસ સલાહ. બોલિવૂડ અભિનેતા ગોવિંદાની અંગત જિંદગી હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. ગોવિંદાનું નામ તેની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જાેડાઈ રહ્યું છે. બંને ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રૂપા’માં સાથે જાેવા મળશે.બોલિવૂડ અભિનેતા ગોવિંદાની અંગત જિંદગી હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. ગોવિંદાનું નામ તેની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જાેડાઈ રહ્યું છે. બંને ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રૂપા’માં સાથે જાેવા મળશે. જાેકે, ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ ગોવિંદા પર અફેરનો આરોપ લગાવ્યો છે. આ બધી બાબતો વચ્ચે, વિતેલા દિવસે ગોવિંદા કોમલ રાણી સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. બંનેને ફરી એકવાર સાથે જાેઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સુનીતા આહૂજાનો ગુસ્સો પણ ફૂટ્યો હતો. તો બીજી તરફ, હવે ગોવિંદા અને કોમલ રાણી પર રાખી સાવંતનો ગુસ્સો પણ સામે આવ્યો છે. રાખીએ કહ્યું છે કે સુનિતા તેને છોડશે નહીં.રાખી સાવંતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે Video શેર કર્યા છે, જેમાં રાખીએ ગોવિંદાનો ક્લાસ લગાવ્યો છે અને તેમને ફરીથી સુનિતા આહૂજા સાથે થઈ જવાની સલાહ આપી છે. પહેલા Video માં રાખી સાવંત કહી રહી છે, “અરે ગોવિંદાજી તમને શું થઈ ગયું છે? આટલા મોટા લાલબાગચા મંદિરમાં તમે રૂપા-કોમલ… કોણ છે તે? તેને લઈને ગયા. આ ખૂબ જ ખોટી વાત છે ગોવિંદાજી. તમારે તમારી પત્નીને સાથે લઈને જવું જાેઈતું હતું, જેની સાથે તમે ૪૦ વર્ષ વિતાવ્યા છે. હું આજ સુધી તમારો સાથ આપતી હતી. ચીચી ભાઈ આ બહુ ખોટી વાત છે. તમે તો મારા આટલા સારા મિત્ર છો, પણ આ બહુ ખોટું છે. તમે સુનિતાજીને કેમ સાથે ન લઈ ગયા? પત્નીને સાથે લઈને જવાય. આમ અલગ-અલગ રહેવાનો કોઈ અર્થ નથી. તમે ગમે તે કરી લો, સુનીતાજી તમને એકલા નહીં છોડે. તમે હંમેશાં તેમની સાથે જ રહેશો. ઠીક છે… એક્ટ્રેસને બાજુ પર રાખો અને પત્નીનો સાથ આપો.”બીજા Video માં રાખી સાવંત ગોવિંદા માટે કહે છે, “ગોવિંદાજી આ શું છે? તમે બીજાની પત્નીને લઈને ફરી રહ્યા છો. તમે તમારી પત્નીને લઈને ફરો ને! આપણી સુનિતા કેટલી વહાલી છે. યાર તમે ૪૦ વર્ષ વિતાવ્યા છે, બાળકો મોટા કર્યા છે. તમારું દિલ મોટું છે.”ઉલ્લેખનીય છે કે, અભિનેતા ગોવિંદા અને કોમલ રાણીના મુંબઈમાં આવેલા જાણીતા લાલબાગચા રાજાના પંડાલમાં સાથે જવા પર સુનિતા આહૂજાનો ગુસ્સો ફૂટ્યો હતો. સુનિતાએ ગોવિંદા પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. સુનિતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, “પ્રાણીઓને પ્રેમ કરો, મનુષ્યોને નહીં. માણસો દગાબાજ હોય છે. માણસને ગમે તેટલો પ્રેમ કરો કોઈ ફાયદો નથી, તે દગો જ આપે છે.” આ નિવેદનમાં સુનિતા આહૂજાએ કોઈનું નામ નહોતું લીધું, પરંતુ તેમનું આ નિવેદન ગોવિંદા સાથે જ જાેડવામાં આવ્યું હતું.




