
રણવીરની પ્રલયમાં કલ્યાણીનો લીડ રોલ જાેવા મળશે.કલ્યાણી પ્રિયદર્શન સુપરવુમન પછી હવે ઝોમ્બી ફિલ્મમાં જાેવા મળશે.રણવીર સિંહે ૨૦૨૫માં સૌથી મોટી ફિલ્મ ધુરંધર આપી છે, જે આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.મલયાલમ સુપર હિરો ફિલ્મ લોકાહ ચેપ્ટર ૧ – ચંદ્રા એક બ્લોકબસ્ટર ફિલ્મ રહી છે, જેમાં કલ્યાણીએ એક સુપરવુમનનો રોલ કર્યાે હતો. હવે તેને રણવીર સિંહની ઝોમ્બી થ્રિલર ફિલ્મ પ્રલય માટે લીડ રોલમા કાસ્ટ કરવામાં આવી છે. તેનાથી કલ્યાણી પ્રિયદર્શન બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. આ વર્ષે જુલાઇ કે ઓગસ્ટમાં આ ફિલ્મનું શૂટ શરૂ થશે. આ એક મોટો પ્રોજેક્ટ છે, જેમાં રણવીર સિંહ લીડ રોલમાં હશે. જય મહેતા પણ આ ફિલ્મથી ફીચર ફિલ્મમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે. આ પહેલાં જય મહેતાએ સ્કેમ ૧૯૯૨-ધ હર્ષદ મહેતા સિરિઝમાં કો ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને વધુ એક સિરીઝ લૂટેરે પણ ડિરેક્ટ કરી હતી.
આ એક એવી ફિલ્મ છે, જેમાં પ્રલય પછીના વિશ્વમાં હિરો બચી જવા માટે ઝઝુમે છે અને નવું વિશ્વ ખડું કરવાની પ્રક્રિયા છે. એક અહેવાલ મુજબ જય મહેતા આ ફિલ્મમાં મુંબઇ એક અલગ વિશ્વ તરીકે કલ્પના કરે છે, જેમાં ધ હંગર ગેમ્સ જેવો સેટ હશે. આ અહેવાલમાં કહેવાયું છે, “શહેરનો મોટા ભાગનો હિસ્સો ડિજિટલ દુનિયા બની ગયો હશે અને તેને વેરાન બતાવવામાં આવશે. આ ફિલ્મનો ઘણો હિસ્સો મુંબઇમાં શૂટ કરવામાં આવશે, ત્યાર પછી તેને અન્ય લોકોશન પર શૂટ કરવામાં આવશે.”રણવીર સિંહે ૨૦૨૫માં સૌથી મોટી ફિલ્મ ધુરંધર આપી છે, જે આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જેમાં રણવીર એક ભારતીય જાસુસના રોલમાં જાેવા મળે છે અને પાકિસ્તાની ગુનેગારોને ખુલ્લા પાડે છે. આ ફિલ્મની સફળતા પછી રણવીરે ફરહાનની ડોન ૩ છોડીને હવે પ્રલય શરૂ કરવાનો ર્નિણય લીધો છે. જાેકે, તેની પાછળના કારણો હજુ સુધી જાહેર થયા નથી. તેના માટે રણવીરની ધુરંધર ૨ માટેનું શૂટિંગ અને ફીમાં વધારા સહિતના કારણોને જવાબદાર માનવામાં આવે છે.




