
કરણ પહેલીવાર પૌરાણિક ફિલ્મ બનાવશે કરણ જાેહર અભિષેક વર્મનની ગદાધારી ભીમ પ્રોડયૂસ કરશે મહાભારતના એક પાત્ર ગધાદારી ભીમની કથાને આ ફિલ્મમાં આધુનિક ટેકનોલોજીની સહાયથી રજૂ કરવામાં આવશે અભિષેક વર્મન દ્વારા બનાવવામાં આવી રહેલી મહત્વાકાંક્ષી સુપર હીરો ફિલ્મ ‘ગદાધારી ભીમ‘ના નિર્માણમાં કરણ જાેહરનું ધર્મા પ્રોડકશન પણ જાેડાઇ રહ્યું છે. ધર્મા પ્રોડકશન પુરાણકથા આધારીત સુપરહીરોની ફિલ્મ પહેલીવાર બનાવશે.ફિલ્મની પટકથા લખાઇ ચૂકી છે અને પ્રોડકશન ટીમ દ્વારા હિરો હિરોઇન નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રિ-પ્રોડકશનનું કામ આગળ વધશે તેમ ફિલ્મના કળાકારો તથા કસબીઓના નામ જાહેર કરવામાં આવશે. બોલિવૂડ બબલના પુરાણકથાને આધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટસ સાથે રજૂ કરવાના આ નવતર સાહસમાં હવે કરણ જાેહરના ધર્મા પ્રોડકશનના જાેડાવા સાથે તેને લખલૂટ ખર્ચે બનાવવામાં આવશે તેમ મનાય છે. અભિષેક વર્મન આ અગાઉ ‘ટુ સ્ટેટસ’ અને ‘કલંક’ જેવી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે.આ ફિલ્મ ગદાધારી ફિલ્મના લેખન અને ર્નિદેશનની જવાબદારી અભિષેક વર્મનને શિરે છે. ટૂંક સમયમાં અન્ય કળાકારોના નામની જાહેરાત કરવામાં આવશે. મહાભારતના એક પાત્ર ગધાદારી ભીમની કથાને આ ફિલ્મમાં આધુનિક ટેકનોલોજીની સહાયથી રજૂ કરવામાં આવશે.




