
મૂળ વાર્તામાં અનેક ફેરફારો કરાશે સંજય લીલા ભણશાળી આલિયા સાથે ઈન્શાલ્લાહ પ્રોજેક્ટ રિવાઈવ કરશે સંજય લીલા ભણશાળીની આલિયા સાથેની બીજી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ આવતાં વર્ષે રજૂ થવાની છે સંજય લીલા ભણશાળી તેમની અભેરાઈ પર ચઢાવી દીધેલી ફિલ્મ ‘ઈન્શાલ્લાહ’ રિવાઈવ કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં તેઓ આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલને કાસ્ટ કરવાના હોવાની ચર્ચા છે.સંજય લીલા ભણશાળીએ ૨૦૧૯માં ‘ઇન્શાલ્લાહ ‘ફિલ્મની જાહેરાત કરી હતી એ સમયે ફિલ્મમાં હીરો તરીકે સલમાનખાનને લેવાની વાત હતી. જાે કે, સલમાનખાને ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ પ્રોજેક્ટ છોડી દીધો હતો. એ પછી આ વર્ષની શરૂઆતમાં શાહરૂખખાનને હીરો તરીકે લઇ ફિલ્મ બનાવવાની વાત ચાલી હતી. હવે મૂળ ફિલ્મની વાર્તામાં અનેક ફેરફાર પણ કરવામાં આવશે એમ કહેવાય છે. જાેકે, સંજય લીલા ભણશાળી નવી પટકથા ઓકે કરે એ પછી જ ફિલ્મમાં કોને લેવા તે નક્કી કરવામાં આવશે. ફિલ્મની સ્ટોરી એ જ રહેશે પણ તેને નવા અભિગમ સાથે બનાવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જાે આ ફિલ્મ બનશે તો તે સંજય લીલા ભણશાળી અને આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ હશે. સંજય લીલા ભણશાળીની આલિયા સાથેની બીજી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ આવતાં વર્ષે રજૂ થવાની છે. સંજય લીલા ભણશાળીની જ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે આલિયાનેે નેશનલ એવોર્ડ મળ્યો હતો.




