
બંનેની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી હાલમાં જ રિલીઝ થઈ.હું હંમેશા મારા પાર્ટનરને વફાદાર રહ્યો છું : કાર્તિક આર્યન.એક ઇવેન્ટમાં ફિલ્મ કાર્તિક આર્યન અને તેની ભૂતપૂર્વ પ્રેમિકા અનન્યા પાંડે એક સાથે જાેવા મળ્યાં હતાં.તાજેતરમાં કાર્તિક અને અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી રિલીઝ થઈ છે. ત્યારે એક ઇવેન્ટમાં ફિલ્મ કાર્તિક આર્યન અને તેની ભૂતપૂર્વ પ્રેમિકા અનન્યા પાંડે એક સાથે જાેવા મળ્યાં હતાં. આ પ્રસંગે કાર્તિકે અનન્યા સાથેના પોતાના જૂના સંબંધો વાગોળતા થોડી વાતો કરી હતી. જ્યાં વ્યક્તિના અંગત સંબંધો ઉપર સતત ઓનલાઇન ચાંપતી દેખરેખ રખાતી હોય એવા યુગમાં જે લોકો ક્યારેય પોતાના અંગત સંબંધો જાહેર કરતા નથી હોતા એવા લોકો વિશે પણ અવાર-નવાર જાેવા મળે છે કે તેમના અંગત જીવન વિશે પ્રિન્ટ મીડિયામાં ઉંડાણપૂર્વકના લેખો લખાઇ ચૂક્યા હોય છે. અનન્યા પાંડે સાથેના પોતાના જૂના સંબંધો ઉપર પ્રકાશ પાડતા કાર્તિકે તેઓ કેવી રીતે પ્રોફેશ્નલી ફરીથી એકબીજા સાથે જાેડાયા? કેવી રીતે સમય જતાં તમામ બાબતો બદલાઇ જાય છે? તે અંગે વિગતે વાત કરી હતી. અનન્યા સાથેના બ્રેક-અપ બાદ ફરીથી તેની સાથે કામ કરવા બાબતે ‘ફિલ્મફેર’ મેગેઝિન સાથે વાત કરતા કાર્તિકે કહ્યું હતું, “તે અને હું એકબીજાને ખુબ સારી રીતે સમજી શકીએ છીએ. તે અમારી એક સફર હતી. અમે અમારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોને માણી હતી, મે ચઢતી પણ જાેઇ હતી અને પડતી પણ જાેઇ હતી અને કેટલીક વાર તો સંબંધોનો સાવ જ અંત આવી ગયો હોવાનો પણ અહેસાસ કર્યાે.
છેવટે મને સમજાયું હતું કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અમે બંને ખરેખર અલગ દિશામાં જઈ રહ્યા છિએ અને પોતાના ક્ષેત્રમાં એક સ્થાન ઉભું કરી શક્યા છીએ” તેણે ભારપૂર્વક કહ્યું હતું કે ‘બધા સંબંધોનો અંત ખટાશપૂર્વક આવતો નથી. મારા અને અનન્યા વચ્ચેના પ્રેમ સંબંધોમાં નફરત કે ઘૃણાને ક્યાંય સ્થાન નહોતું. અમારી વચ્ચે જીવનની કોઇપણ વિપરીત સ્થિતિમાં પણ તે એક પવિત્ર પ્રેમ…પ્રેમ…. અને પ્રેમનો જ સંબંધ હતો, અનન્યા માટે મારા હ્રદયમાં એક કૂણી લાગણી જ રહી છે અને હું પણ ઇચ્છુ છું કે તે પણ તેના હ્રદયમાં એવી જ લાગણી રાખે. ” કાર્તિકે પોતાના સંબંધોને અંગત અને ખાનગી રાખવાનું કેમ પસંદ કર્યું હતું તેની પણ સ્પષ્ટતા કરી હતી. “ઘણીવાર એવું બને છે કે લોકો પોતાની જુની વાતો વધુ પડતી જાહેર કરે છે ત્યારે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે તમે મીડિયાની સતત નજર હેઠળ હોવ ત્યારે તમારે એકબીજાના સંબંધો પ્રત્યે આદર અને સન્માન જાળવવું જાેઇએ અને મેં હંમેશા તેમ કર્યું હતું. મેં મારા સંબંધો અંગે ક્યારેય કોઇને કશી વાત કરી નહોતી.”પોતાની જાતને એક ખુબ સારો પ્રેમી ગણાવતા કાર્તિકે ભારપૂર્વક કહ્યું હતું કે “હું હંમેશા વફાદાર રહ્યો છું. હું આશિંક રીતે પણ કોઇને નડતરરૂપ બન્યો નથી, એ બધી મીડિયાની મનઘડંત વાતો અને અટકળો છે” કાર્તિકે ઉમેર્યું હતું કે “એક સંબંધનો તંદુરસ્ત રીતે અંત આવે તેનો અર્થ એમ કરી શકાય કે હ્રદયમાં રહેલી પીડા ઓછી થઇ ગઇ, પરંતુ તે પીડાનો શિકાર ના બની જવું તે એક સમજણ કહેવાય.




