
કિઆરાએ પહેલી વખત માતા બન્યા પછીના અનુભવો વિશે વાત કરી.‘હવે.., હું વાઘણ બની ગઈ છું’ સરાયાની મા બન્યા પછીનો ઘુરકાટ.ફિલ્મની ડિરેક્ટરે કિયારાને પોતાની આવનારી એક્શન ફિલ્મમાં ફિયર્સ નાદિયા તરીકે પસંદ કરવાની વાત કરી હતી.કિયારા અડવાણીએ માતૃત્વે તેના જીવનમાં કેવી રીતે બદલાવ લાવ્યો તે અંગે ખુલીને વાત કરી હતી. કિઆરા આગામી સમયમાં યશ સાથે ટોક્સિકમાં નયનતારા અને અન્ય ઘણા કલાકારો સાથે જાેવા મળશે.કિયારા અડવાણીનું જીવન હવે તેના પતિ, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ઘર અને ભવિષ્ય બનાવવામાં અને તેમની પુત્રી સરાયા મલ્હોત્રાની સંભાળ રાખવામાં કેન્દ્રિત થઈ ગયું છે. માતૃત્વમાં પ્રવેશ કર્યા પછી, તેની અંદર કંઈક બદલાઈ ગયું છે. તેનાં પ્રથમ બાળકના જન્મ પછી, અભિનેત્રી હવે જીવનને સંપૂર્ણપણે અલગ દૃષ્ટિકોણથી જુએ છે. એક ઇન્ટરવ્યુમાં, કિઆરાએ સ્વીકાર્યું કે હાલમાં તેની પુત્રીનું ધ્યાન રાખવું એ જ તેનાં માટે સૌથી મહત્વનું છે.
લગ્નના બે વર્ષ પછી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં પુત્રીનો જન્મ થયો છે, જેને તેમણે સરાયા મલ્હોત્રા નામ આપ્યું છે. દરેક માતાની જેમ, કિઆરા પણ પોતાની નાની દીકરી માટે ખૂબ જ લાગણીશીલ અને તેનાં માટે કંઈ પણ કરવાં તૈયાર છે.માતૃત્વ અને તેનાથી કેવી રીતે તેના જીવનનો દૃષ્ટિકોણને બદલાયો તે વિશે વાત કરતાં, કિયારાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “હું વધુ એક વાઘણ બની ગઈ છું. હવે હું જીવનને સંપૂર્ણપણે અલગ દૃષ્ટિકોણથી જાેઉં છું. એવું લાગે છે કે બીજું કંઈ મહત્વનું નથી અને સાથે જ બધું જ મહત્વનું છે.”૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, વર્ષ પૂર્ણ થતાં, અભિનેત્રીએ તે વર્ષે બનાવેલી સુંદર યાદોને યાદ કરી હતી, ત્યારે કિઆરાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેને ‘પ્રથમ અનુભવનું વર્ષ’ ગણાવ્યું હતું. ગર્ભવતી થવાથી લઈને લાંબા સમયથી અપેક્ષિત મેટ ગાલા ડેબ્યૂ કરવા અને પ્રતિષ્ઠિત રેડ કાર્પેટ પર બેબી બેલી બતાવવા સુધી, તેણે ૨૦૨૫માં બધું જ કર્યું.કિયારા હવે ફરી કામ પર પરત ફરી છે અને પોતાની સુંદર પબ્લિક પ્રેઝન્સથી સૌનું ધ્યાન ખેંચી રહી છે. તાજેતરમાં, તે સ્ક્રીન સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં જાેવા મળી હતી, જ્યાં તેને ‘ફેશન આઈકન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.જાે તેનાં કામની વાત કરીએ તો, તે ગીતુ મોહનદાસની ટોક્સિક સાથે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. તાજેતરમાં, ફિલ્મની ડિરેક્ટરે કિયારાને પોતાની આવનારી એક્શન ફિલ્મમાં ફિયર્સ નાદિયા તરીકે પસંદ કરવાની વાત કરી હતી. ગીતુએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ પાત્ર ભજવવા માટે જરૂરી નાજુકતા અને તીવ્રતા બંને કિયારામાં છે. તેથી તે તેમની પ્રથમ અને એકમાત્ર પસંદગી હતી. આ ફિલ્મ ૪ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.




