
આ પિરિયડ ડ્રામા શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે શેફાલી શાહ એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે છેલ્લે શેફાલી શાહ ‘દિલ્હી ક્રાઈમ’ સીઝન ૩માં જાેવા મળી હતી, જેમાં તેઓએ ક્રાઈમ ડ્રામા સાથે પોતાનું જાેડાણ જાળવી રાખ્યું છે અભિનેત્રી શેફાલી શાહ પ્રોડ્યુસર એકતા કપૂર સાથે નવી સીરિઝ માટે જાેડાઈ છે, જે બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થવાની છે. ‘કોકે’ નામનો આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ ઇન્ડિયા પર સ્ટ્રીમ થશે.આ શો એક પિરિયડ ડ્રામા છે, જેમાં શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.
હાલ સ્ટોરીલાઇન અંગે વિગત જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવા અહેવાલો છે કે આ શોમાં એક મજબૂત પાત્ર અને ઊંડા નેરેટિવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિવિધ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતી શેફાલી શાહ આ શોમાં પોતાની ઓળખ અને અનુભવથી એક અલગ દૃશ્ટિકોણ ઉમેરશે.આ સીરિઝનું દિગ્દર્શન નુપુર અસ્થાનાએ કર્યું છે, જેઓ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને ‘ધ રોયલ્સ’ જેવા શોઝ માટે જાણીતાં છે. આ શો માટેનું શૂટિંગ ૨૦ એપ્રિલથી શરૂ થવાનું છે. સપોર્ટિંગ કાસ્ટ અને રિલીઝ ડેટ અંગેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.એકતા કપૂરે વર્ષાે દરમિયાન અનેક ટેલિવિઝન અને ડિજિટલ પ્રોજેક્ટ્સ પ્રોડ્યૂસ કર્યા છે. પરંતુ તેઓ બંને આ ઓટીટી શો માટે પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. આ શો બાલાજી ટેલિફિલ્મ્સના સ્ટ્રીમિંગ કન્ટેન્ટના ભાગ રૂપે રજૂ થશે.તાજેતરમાં શેફાલી શાહ ‘દિલ્હી ક્રાઈમ’ સીઝન ૩માં જાેવા મળી હતી, જેમાં તેઓએ ક્રાઈમ ડ્રામા સાથે પોતાનું જાેડાણ જાળવી રાખ્યું છે. બીજી તરફ, એકતા કપૂર ‘ભૂત બંગલા’ પર પણ કામ કરી રહી છે, જે હાલમાં રિલીઝ થઈ છે.‘કોકે’ વિશે વધુ વિગતો શૂટિંગ આગળ વધતા જાહેર થવાની શક્યતા છે.



