
તાજેતરમાં કોંકણાની ‘સર્ચ: ધ નૈના મર્ડર કેસ’ સિરીઝ શરૂ થઈ. ‘મેં વર્ષોથી ઘર અને કામ વચ્ચે બેલેન્સ રાખ્યું જ છે, મારા માટે આ સામાન્ય છે’ .દીપિકા પાદુકોણની કામના નક્કી કલાકોની ચર્ચા અંગે કોંકણા સેને આઠ કલાકની શિફ્ટ અંગે વાત કરી. દીપિકા પાદુકોણની આઠ કલાકની શિફ્ટની શરતો અને વધારે કલાકો માટે વધારાના વળતરની માગણીઓને કારણે તેણે સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ અને ‘કલકી ૨૮૯૮ એડી’ની સિક્વલ –એમ બે ફિલ્મ ગુમાવવી પડી છે. આ ચર્ચાઓ વચ્ચે હવે કોંકણા સેન શર્માએ પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. તાજેતરમાં કોંકણાની ‘સર્ચ: ધ નૈના મર્ડર કેસ’ સિરીઝ શરૂ થઈ છે. ત્યારે કોંકણાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “આ ઘણી સામાન્ય વાત છે. આ એક એવી બાબત છે, જેની સાથે હું વર્ષાેથી કામ લેતી આવી છું – કામ અને ઘર બંને વચ્ચે હંમેશા સંતુલન કરતી આવી છું. ”આગળ કોંકણાએ જણાવ્યું, “જ્યારે સારો દિવસ હોય તો, મને લાગે છે મારો દિવસ કેટલા બધાં પાસાઓથી સમૃદ્ધ છે, કે જેથી એકાદ પાસું થોડું નબળું હોય તો પણ, બીજા તરફ ધ્યાન આપી શકાય છે. પરંતુ કેટલાક દિવસ એવા હોય છે, ત્યારે મને લાગે છે, ખબર નહીં હું બધું કઈ રીતે મેનેજ કરીશ. ક્યારેક તમે નિષ્ફળ જાઓ છો, જ્યારે કેટલાક દિવસે તમને સફળતા મળે છે અથવા ઓછી નિષ્ફળતા મળે છે. આ રીતે તેને જાેવું જાેઈએ. ”કોંકણાએ એમ પણ કહ્યું કે કઈ રીતે સમય બદલાયો છે અને હવે ૪૦ વર્ષથી ઉપરની ઉમરના કલાકારોને પણ સારા રોલ મળે છે પરંતુ કેટલાંક કિસ્સામાં, આપણે હજુ લાંબું અંતર કાપવાનું છે. કોંકણાએ કહ્યું, “મને ઘણું સુખદ આશ્ચર્ય થાય છે કે હું જે પ્રકાકરના રોલ કરું છું એમાં મારે હું બહુ નાની હોય એવું બતાવવાની જરૂર પડતી નથી. મોટી થિએટર રિલીઝમાં ઘણા કલાકારોએ પહેલાં આવું કરવું પડતું હતું. ”કોંકણા સહમત થઈ કે હવે ૪૦ વર્ષથી ઉપરની મહિલાઓ પર ધ્યાન આપવામાં આવે છે, “લોકો હંમેશા કહે છે કે ૪૦ વર્ષથી મોટી મહિલાઓ ચાલશે, ૫૦થી મોટી નહીં, તમે પણ ૫૦થી વધુ ઉંમરના હશો તો ૪૦થી ઉપરના છો એવું કહેશો. લોકો આવા ખેલ ખેલે છે, પરંતુ આપણે આ સ્થિતિથી પણ ઉપર આવીશું.”
