
જુન જી હ્યુન સામે વિરોધને કારણે ચીનમાં કે ડ્રામાનું શૂટ રદ થય. ‘ડિલ્યુઝન’ના કલાકારો સુઝી અને કિમ સિઓને ચીનમાં શૂટિંગ રદ કર્યું. આ ફિલ્મમાં એર સ્ટાર્ટ અપ એલ્મની કિમ સિઓન હો અને સુઝી લીડ રોલમાં છે, જેઓ ૧૯૩૦ની ગ્યેન્ગસિઓંગની વાત કરશે. સુઝી અને કિમ સીઓન હોની કોરીયન ડ્રામા ‘ડિલ્યુઝન’નું વિદેશનું શૂટિંગ અચાનક રદ કરી દેવાયું છે. જૂન હી હ્યુનની ડ્રામા ‘ટેમ્પેસ્ટ’ સામે ચીનમાં વિરોધ ફાટી નીકળ્યો છે. તેથી હવે ‘ડિલ્યુઝન’નું શૂટિંગ પણ અચાનક રદ કરી દેવાયું છે. એવા અહેવાલો છે કે છેલ્લી ઘડીએ આ શૂટ રદ થયું છે અને હવે તેઓ વૈકલ્પિક લોકેશન જાેઈ રહ્યા છે. પ્રાથમિક રીતે આ ફિલ્મના શૂટ માટે શાંઘાઇને પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ટીમ નવા વિકલ્પો જુએ છે. એવા અહેવાલો છે કે જુન લી હ્યુનની ‘ટેમ્પેસ્ટ’ માં એક ડાયલોગ હતો, જે ચાઇનીઝ દર્શકોને વાંધઆજનક લાગ્યો, તેનાથી દેશમાં આ કલાકારની છાપ પણ ખરાબ થઈ છે. તેના કારણે કેટલીક બ્રાન્ડે જુનને પોતાની જાહેરાતોમાંથી પણ દૂર કરી દીધો છે. તેથી ઘણા લોકો ‘ટેમ્પેસ્ટ’ની ઘટનાને ‘ડિલ્યુઝન’ છેલ્લી ઘડીએ બદલાયેલા શૂટના લોકેશનને તેની સાથે જાેડી રહ્યા છે. જાેકે ‘ડિલ્યુઝન’ની ટીમમાંથી આ અંગે કોઈ જાણકારી મળી નથી. આ ઘટના અંગે જુન લી હ્યુનની ટીમે નિવેદનમાં જણાવ્યું છે કે, “જુનને બ્રાન્ડે પહેલાના આયોજન મુજબ જ દૂર કર્યાે છે, તેના બોયકોટ અંગેની વાતો અફવા છે.” ડિલ્યુઝનની ટીમ હવે સાઉથ કોરિયામાં જ કોઈ સ્થળો પર શૂટ કરશે, આ ઉપરાંત વિયેતનામના કેટલાક સ્થળો પણ ચર્ચામાં છે. જ્યારે ડિલ્યુઝનની ટીમે એક નિવેદનમાં જણાવ્યું કે, “અમે શૂટિંગના લોકેશન પર ચર્ચા કરી રહ્યા છીએ, હજુ કોઈ સ્થળ નક્કી થયું નથી.” આ ફિલ્મમાં એર સ્ટાર્ટ અપ એલ્મની કિમ સિઓન હો અને સુઝી લીડ રોલમાં છે, જેઓ ૧૯૩૦ની ગ્યેન્ગસિઓંગની વાત કરશે.
