
ભારે અને હળવા પાત્રો વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી મારી જિંદગીમાં પહેલી વાર મેં આટલું સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કર્યું : ક્રિતિ ફિલ્મમાં શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના પણ મહત્વની ભૂમિકામાં છે, જે નવી જાેડી અને નવી વાર્તા રજૂ કરશે ‘તેરે ઇશ્ક મેં’ પછીના ઇમોશનલ બર્નઆઉટથી લઈને ગ્લેમરસ ટ્રાન્સફોર્મેશન સુધી, ક્રિતિએ બેલેન્સ અને નવી ઓળખ આપે એવો રોલ પસંદ કરવાની વાત એક ઇન્ટરવ્યુમાં કરી છે. ક્રિતિ સેનનની આવનારી ફિલ્મ ‘કોકટેલ ૨’નું શૂટ પૂરું કરી ચુકી છે અને હવે તેની પ્રમોશનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને તેણે આ રોલ માટે કોઈ કમી છોડી નથી. ૨૦૧૨ની કલ્ટ રોમેન્ટિક ડ્રામાની સિક્વલ માટે વધતી ઉત્સુકતા વચ્ચે, ક્રિતિએ ફિલ્મ માટે કરેલી સખત શારીરિક અને લાગણીસભર તૈયારી અંગે વાત કરી છે.
તૈયારી વિશે વાત કરતાં ક્રિતિએ જણાવ્યું કે ‘કોકટેલ ૨’ માટે તેને એવી શિસ્ત અપનાવવી પડી જે તેણે પહેલાં ક્યારેય અપનાવી નહોતી. ક્રિતિએ કહ્યું, “ખરેખર કહું તો, ‘કોકટેલ’ દરમિયાન જ પહેલી વખત હું ખૂબ જ સ્ટ્રિક્ટ ડાયેટ અને નિયમિત વર્કઆઉટ રૂટિન પર હતી. મારી જિંદગીમાં પહેલી વાર મેં કેલેરી ડિફિસિટ ડાયેટ ફોલો કર્યું હતું. અમે ઇટાલીના સિસિલીમાં શૂટિંગ કરી રહ્યાં હતાંપ અને ત્યાંનું ખાવાનું તો પિઝા, પાસ્તાપ બધું જ હોય છે હું તો બસપ અહ!”(તે ડાયેટના કારણે આવું કશું ખાઈ શકતી નહોતી.)આ ફિલ્મ ક્રિતિ માટે ટોનમાં પણ એક મોટો બદલાવ લાવે છે, ખાસ કરીને ધનુષ સાથેની ‘તેરે ઇશ્ક મેં’ જેવી ભાવનાત્મક રીતે ભારે ફિલ્મ બાદ આ ફિલ્મમાં ક્રિતિ અલગ અવતારમાં જાેવા મળશે. ક્રિતિએ જણાવ્યું, “‘તેરે ઇશ્ક મેં’ ખૂબ જ ઇમોશનલ રીતે થકાવી નાખનાર ફિલ્મ હતી. હું અંદરથી સંપૂર્ણ ખાલી થઈ ગઈ હતી. મારે કંઈક હળવું અને મજેદાર કરવું હતું અને ત્યારે જ ‘કોકટેલ’ મારી પાસે આવી.”ક્રિતિએ વધુમાં કહ્યું કે ભારે અને હળવા પાત્રો વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. “મને લાગ્યું કે ‘આ જ ફિલ્મ છે, હું હાલ આ જગ્યા પર રહેવા માંગું છું.’ અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવું પણ સારું લાગે છે, જેથી લાગણીસભર પાત્રનો ભાર વધારે ન પડે, કારણ કે સતત ગંભીર પાત્રો કરવાથી માનસિક અસર થાય છે.”,ફિલ્મમાં પોતાનાં લૂક અંગે ક્રિતિએ એક બોલ્ડ ટ્રાન્સફોર્મેશનનો સંકેત આપ્યો. તેણે કહ્યું, “મને લાગે છે કે મેં અત્યાર સુધી કામ કર્યું છે એનાં કરતાં સંપૂર્ણપણે અલગ દેખાઈ રહી છું અને કદાચ આ મારું અત્યાર સુધીનું સૌથી ‘હોટ’ કેરેક્ટર છે. હોમી અડાજાનિયા પાસે અદ્ભુત એસ્થેટિક સેન્સ છે, તે બહુ જ કૂલ છે અને એ મારી અંદરની એક કૂલ સાઇડ બહાર લાવ્યા છે, જે મને પણ ખબર નહોતી.”ફિલ્મમાં શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના પણ મહત્વની ભૂમિકામાં છે, જે નવી જાેડી અને નવી વાર્તા રજૂ કરશે.




