
વિરોધ કરવા બદલ કેટલાક લોકોને ધમકાવાયા હોવાના પણ રહીશોના આક્ષેપો સોનમે લંડનમાં સ્ટાફ માટે પાંચ ફલેટ ખરીદતાં પડોશીઓને વાંધો બંગલામાં કામ કરતા નોકરો તથા અન્ય સ્ટાફને રહેવા માટે તેણે નજીકની બિલ્ડિંગમાં ૫૧ કરોડોના ખર્ચે પાંચ ફલેટ લીધા એકટ્રેસ સોનમ તથા તેના પતિ આનંદે લંડનમાં તેમના બંગલા પાસે સ્ટાફ કવાર્ટર તરીકે પાંચ ફલેટસ ખરીદતાં આ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોએ વાંધો ઉઠાવ્યો છે. સોનમે ત્રણ વર્ષ પહેલાં ૨૭૦ કરોડના ખર્ચે નોટિંગ હિલ ખાતે આ બંગલો ખરીદ્યો હતો. હવે બંગલામાં કામ કરતા નોકરો તથા અન્ય સ્ટાફને રહેવા માટે તેણે નજીકની બિલ્ડિંગમાં ૫૧ કરોડોના ખર્ચે પાંચ ફલેટ લીધા છે અને આ ફલેટ્સમાં રિનોવેશન પણ કરાવાઈ રહ્યું છે. જાેકે, પોતાની આસપાસ સ્ટાફ કે નોકરો રહે તેની સામે અન્ય રહીશોએ વાંધો લીધો છે. કેટલાક રહીશોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે અમને આ સોદાની વિરુદ્ધ જાહેરમાં બોલવામાં બીક પણ લાગે છે કારણ કે આ લોકો બહુ વગદાર છે. તેમણે દાવો કર્યાે હતો કે કેટલાક લોકોને આ સોદાનો વિરોધ કરવા બદલા ધમકાવવામાં પણ આવ્યા હતા. જાેકે, સોનમ કે તેના પરિવાર દ્વારા આ વિવાદ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.



