
પોસ્ટ-પ્રોડક્શન કામને કારણે ૩ ડિસેમ્બર ૨૦૨૬ની રિલીઝ પર ફેરવિચારણા પ્રભાસની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા પ્રભાસની છેલ્લી ફિલ્મ ‘ધ રાજા સાબ’ હતી, જેને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો
પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’ની રિલીઝ તારીખમાં ફેરફાર થવાની શક્યતા છે. હનુ રાઘવપુડીના ર્નિદેશનમાં બની રહેલી આ પિરિયડ એક્શન ડ્રામા અગાઉ ૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં આવવાની હતી. જાેકે, ફિલ્મના વ્યાપક પોસ્ટ-પ્રોડક્શન કામને ધ્યાનમાં રાખીને હવે તેની રિલીઝ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી લંબાવવાની ચર્ચા ચાલી રહી હોવાનાં અહેવાલો છે.આ અહેવાલો મુજબ, પ્રભાસ પોતાનું શૂટિંગ ટૂંક સમયમાં પૂરું કરે તેવી શક્યતા છે, પરંતુ ફિલ્મના કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ હજુ બાકી છે. આ ઉપરાંત પોસ્ટ-પ્રોડક્શન માટે પણ સમય જરૂરી હોવાથી નિર્માતાઓ ફેબ્રુઆરી ૨૦૨૭ની રિલીઝ તરફ આગળ વધી રહ્યા હોવાનું કહેવાય છે. જાેકે, નવી તારીખ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.ફિલ્મનાં ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સ પાસે છે અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે રિલીઝ અંગેની ચર્ચા ચાલી રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. અંતિમ તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.‘ફૌજી’માં પ્રભાસ બ્રિટિશ ભારતીય સૈનિકની ભૂમિકામાં જાેવા મળશે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી આ કાલ્પનિક વાર્તામાં ઇન્ટરનેટ પર્સનાલિટી ઇમાનવી મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યુ કરી રહી છે. મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર અને જયા પ્રદા પણ મહત્વનાં રોલમાં જાેવા મળશે.પ્રભાસની છેલ્લી ફિલ્મ ‘ધ રાજા સાબ’ હતી, જેને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે તેની આગામી ફિલ્મોમાં સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’નો પણ સમાવેશ થાય છે. તૃપ્તિ ડિમરી અને વિવેક ઓબેરોય સાથેની આ ફિલ્મ ૫ માર્ચ, ૨૦૨૭ના રોજ રિલીઝ થવાની છે.




