
ફરાર આરોપીને શોધવા પોલીસે ટીમ બનાવી.ડ્રગ્સ કેસમાં દિગ્ગજ એક્ટ્રેસના ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ.ધરપકડ કરાયેલા આફ્રિકન નાગરિકોની પૂછપરછ દરમિયાન ચાર ડ્રગ્સ કન્ઝ્યુમરના નામનો ખુલાસો થયો હતો.બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ભાઇ અમન પ્રીત સિંહ જે તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલો છે. તેને હૈદરાબાદ પોલીસ દ્વારા એક હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં આરોપી બનાવાયો છે. અમન હાલ ફરાર છે, જેને શોધવા અને ધરપકડ કરવા માટે હૈદરાબાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમો બનાવાઇ છે. પોલીસના જણાવ્યા મુજબ, હૈદરાબાદના મસાબ ટેન્ક વિસ્તારમાં એક સ્પેશિયલ ઓપરેશન દરમિયાન કોકેઇન અને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. માદક પદાર્થાે રાખવા અને વેચવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ પણ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ નાઇજીરિયાના સપ્લાયર વિશે માહિતી આપી હતી.
પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરીને આફ્રિકાના ૨ નાગરિકોની ધરપકડ કરી હતી. જે પછી આગળની પૂછપરછમાં અમન પ્રીતનો નામ સામે આવ્યો હતો. પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ડ્રગ્સ આફ્રિકન કેરિયર દ્વારા હૈદરાબાદમાં ડિલિવર કરાતું હતું. ધરપકડ કરાયેલા આફ્રિકન નાગરિકોની પૂછપરછ દરમિયાન ચાર ડ્રગ્સ કન્ઝ્યુમરના નામનો ખુલાસો થયો હતો, જેમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ભાઇ અમન પ્રીત પણ સામેલ હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમનનું નામ પહેલા પણ પોલીસ દ્વારા નોંધાયેલા કથિત ડ્રગ્સ કેસમાં સામેલ હતું. હૈદરાબાદ પોલીસે આ અંગે વધુમાં જણાવ્યું કે, ‘પૂછપરછ દરમિયાન થયેલી સ્પષ્ટતાના આધારે અમન પ્રીત સિંહની ઓળખ આ મામલે ડ્રગ્સ કન્ઝ્યુમર તરીકે થઇ છે. હાલ તે ફરાર છે અને તેની શોધખોળ અને ધરપકડ કરવા માટે ઘણી ટીમો બનાવાઇ છે. મુખ્ય સપ્લાયર અને ડ્રગ નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવા માટે આગળની તપાસ ચાલુ છે.’




