
“ફિલ્મ તમને નિરાશ નહીં કરે” રામ ચરણે દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જાેવા અપીલ કરી ‘પેડ્ડી’ ૪ જૂને થિએટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં જાન્હવી કપૂર, દિવ્યેન્દુ અને બોમન ઈરાની પણ મહત્વના રોલમાં જાેવા મળશે રામ ચરણની બહુચર્ચિત ફિલ્મ ‘પેડ્ડી’ હવે માત્ર એક અઠવાડિયામાં રિલીઝ થવાની છે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન રામ ચરણે જાેરશોરથી તેની ફિલ્મ વિશે વાત કરી હતી. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી એક પ્રમોશનલ ઇવેન્ટમાં રામ ચરણે ખાસ કરીને દર્શકોને તેમનાં બાળકો સાથે ફિલ્મ જાેવા જવાની અપીલ કરી હતી.ફિલ્મની પ્રેરણાદાયી અને ઉત્સાહી વાર્તા વિશે વાત કરતા રામ ચરણે કહ્યું, “‘પેડ્ડી’ એક અનુભવ છે. આ ફિલ્મ ખુબ મોટા સ્તરે બનાવવામાં આવી છે. થિયેટરમાં તમે એક અનોખો અનુભવ કરવાના છો. અમે બધા જ લોકોએ આ ફિલ્મ માટે ખૂબ સમર્પણ સાથે કામ કર્યું છે. હું ભાગ્યશાળી છું કે મને એક ઇમાનદાર અને મહેનતુ નિર્માતા, દિગ્દર્શક અને એ.આર. રહેમાન સર, દિવ્યેન્દુ અને બોમન સર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની તક મળી. આ બધું બનવું જાણે કોઈ દૈવી આશીર્વાદ સમાન છે. છેલ્લા અઢી વર્ષથી અમે ખૂબ જ મહેનત કરી છે. આ એક ઉત્તમ મનોરંજન આપનારી ફિલ્મ છે. તેમાં એવી ઘણી ક્ષણો છે જે તમને પ્રેરણા આપશે અને ઉત્સાહિત કરશે. કૃપા કરીને તમારા બાળકો સાથે આ ફિલ્મ જાેવા જજાે. મને ખબર નથી કે આ ફિલ્મ તેમનાં પર કેવી અસર કરશે, પરંતુ તે તમને નિ:રાશ નહીં કરે. તેના બદલે, તમને ખુશી થશે કે તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવવાં લાવ્યાં.”રામ ચરણે ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે બુચ્ચી બાબુ સાનાના પણ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું કે આ ફિલ્મ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી પડકારજનક સ્ક્રિપ્ટ રહી છે.પાત્ર વિશે વાત કરતા રામ ચરણે જણાવ્યું, “આ એક ક્રોસઓવર એથ્લીટની કહાની છે, જે ત્રણ અલગ-અલગ રમતો સાથે જાેડાયેલો છે. ફિલ્મની કહાની આપણી સંસ્કૃતિનાં મૂળ સાથે જાેડાયેલી છે. તે કેમ આ ત્રણેય રમતો રમે છે અને ત્યારબાદ શું બને છે, તે ફિલ્મનો મુખ્ય વિષય છે. આ ફિલ્મ તેની ઓળખ વિશે છે. તે પોતાની ઓળખ શોધે છે અને સાથે જ પોતાની પારિવારિક પરંપરા અને ગામની ઓળખ પણ સ્થાપિત કરે છે.”‘પેડ્ડી’ ૪ જૂને થિએટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં જાન્હવી કપૂર, દિવ્યેન્દુ અને બોમન ઈરાની પણ મહત્વના રોલમાં જાેવા મળશે.



