
શો ૨૭ જૂને સ્ટ્રીમ થવાનો શરૂ થશે ફરાહ ખાન અને રિતેશ દેશમુખ કંગનાનું સ્થાન લેશે આ સીઝનમાં ૧૪ જાણીતા સેલેબ્રિટીઝ ભાગ લેશે, જેઓ એક નિયંત્રિત અને ચોક્કસ થીમ સાથેના વધતા પડકારો સાથેના ટાસ્ક સાથે કેદીઓની જેમ રહેશે ઓટીટી રિયાલિટી શો ‘લોક અપ- સચ સે ઝ્યાદા’ની નવી સીઝન આવી રહી છે. આ શોનું નવી સીઝનમાં નામ તો બદલાયું જ છે, સાથે જ તેના હોસ્ટ પણ આ સીઝનમાં બદલાઈ ગયા છે. આ શોની પહેલી સીઝનનું સંચાલન કંગના રણૌતે કર્યું હતું, પરંતુ હવે બીજી સીઝનમાં ફરાહ ખાન અને રિતેશ દેશમુખ શોનાં હોસ્ટ બનશે. તાજેતરમાં જ શોનું ટીઝર લોંચ કરવામાં આવ્યું હતું, જેમાં ફરાહ અને રિતેશ ચર્ચા કરતા દેખાય છે કે આ શોમાં દર્શકો પાસે કોઇને પણ લોક અપ કરવાની સત્તા રહેશે અને કોઈને લોક અપ થતાં અટકાવવા માટે તેમણે પોતાનું સત્ય સ્વીકારવું પડશે.૨૦૨૨માં જ્યારે આ શો લોંચ થયો ત્યારે શો એમએક્સ પ્લેયર અને એએલટી બાલાજી પર આવ્યો હતો. પરંતુ હવેની સીઝનમાં નેટફ્લિક્સ અને એકતા કપૂરનાં બાલાજી ટેલિફિલ્મ્સ વચ્ચે કોલબરેશન છે, આ શો ૨૭ જૂને સ્ટ્રીમ થવાનો શરૂ થશે. આ એક ખુબ મનોરંજક ગણાતો શો છે, જે ગ્લોબલ ઓડિયન્સ માટે બન્યો છે. જેમાં પ્રોડક્શન ડિઝાઇન, ગેમ પ્લે, ભાવનાત્મક રીતે સંતુલન જાળવવું પડે એવી સ્થિતિ અને સતત અનિશ્ચિતતાઓ સાથે ભાગ લેતાં લોકોનાં પર્પાેર્મન્સ અને સહજ પ્રતિસાદ જાેવા મળે છે. આ સીઝનમાં ૧૪ જાણીતા સેલેબ્રિટીઝ ભાગ લેશે, જેઓ એક નિયંત્રિત અને ચોક્કસ થીમ સાથેના વધતા પડકારો સાથેના ટાસ્ક સાથે કેદીઓની જેમ રહેશે. જેમાં સભ્યો કઈ રીતે પક્ષ બદલે, અઘરા ર્નિણયો કઈ રીતે લે છે અને દરેક સભ્યના દરેક ર્નિણય કઈ રીતે પરિસ્થિતિ અન્યો માટે મુશ્કેલ બનાવે છે, તે જાેવા મળે છે. આ શોમાં સત્ય માત્ર સત્તા નહીં પણ એક નાણાં તરીકે કામ કરશે. આ પાર્ટીસિપન્ટ્સ છ અઠવાડિયા સુધી ભાગ લેશે અને દરરોજ નવા પડકારોનો સામનો કરશે.



