
ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા તેમની શાનદાર ફિલ્મો માટે જાણીતા છે.અંડરવર્લ્ડ મનફાવે તેમ નહીં, સમજી વિચારીને કામ કરતું: રામગોપાલ.રામ ગોપાલ વર્મા તમના વ્યાવસાયિક જીવન ઉપરાંત નીડર અંદાજ માટે પણ જાણીતા છે. તે દરેક મુદ્દે ખુલ્લા મને વાત કરે છે.૯૦ના દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અંધારી આલમનો મોટો પ્રભાવ હતો, એકને મારો, ૧૦ પાસેથી ખંડણી વસૂલો, તે હતું ગણિતફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા તેમની શાનદાર ફિલ્મો માટે જાણીતા છે. રામ ગોપાલ વર્મા તમના વ્યાવસાયિક જીવન ઉપરાંત નીડર અંદાજ માટે પણ જાણીતા છે. તે દરેક મુદ્દે ખુલ્લા મને વાત કરે છે. તાજેતરમાં તેમણે હિંદી સિનેમા જગતના ૯૦ના દાયકાને યાદ કર્યાે. તે સમયે મુંબઈ અંધારી આલમનો હિંદી સિનેમા જગત પર ખુ પ્રભાવ હતો. ધમકીઓ, વિદેશોથી ભંડોળ અને કાસ્ટિંગ મોરચે દબાણ લાવવા દાઉદ ઇબાહીમ જેવા લોકો સંકળાયેલા હતા. રામ ગોપાલ વર્માએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો કે રાકેશ રોશન અને ગુલશન કુમાર જેવા નામચીન લોકો આ ગેંગસ્ટરના નિશાન પર કેમ આવી? ક્રાઈમ રાઈટર હુસેન જેદીને મુલાકાત આપતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે, “અંડર વર્લ્ડ મનમાન્યા કામ નહોતું કરતું, પરંતુ સમજીવિચારીને કામ કરતું હતું. ગેંગસ્ટર વગદાર લોકોને નિશાન બનાવીને ડરનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. તેમણે સમજાવ્યું કે અંડર વર્લ્ડ જયારે તાકાત બતાવવા માંગતુ હોય ત્યારે રાકેશ રોશન, સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા લોકોને નિશાન પર લે છે. મોટા કલાકારોને દબાવી ધમકાવીને અંધારી આલમ તેમનું રાજ કાયમ કરવા માંગતા હતા. ઋતિક રોશન જેવા કલાકારો સુધી પહોંચવું સરળ નહોતું. તેથી ડર બતાવવો તે જ ઇલાજ હતો. તેઓ દાખલો બેસાડીને ખંડણી વસુલતા હતા.



