
ફરાહ ખાને ઓમ શાંતિ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.શાહરૂખ ખાને ઓસ્કારનો આભાર માન્યો, કહ્યું-“દુનિયાનો બાદશાહ’.શાહરુખે વીડિયોનો ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે, થેક્યૂ અકાદમી, મારી આ યાદોને પુન: તાજી કરવા બદલ.ઓસ્કારે શાહરુખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ‘નો એક સીન સો. મીડિયા પર શેર કર્યાે, અભિનેતાએ અકાદમીને થેન્ક્યુ કહ્યુંશાહરુખ ખાનને ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં ઓસ્કારે શાહરુખની ફિલ્મ “ઓમ શાંતિ ઓમ‘નો એક સીન સોસિયલ મીડિયા પર શેર કર્યાે હતો. શાહરુખે તે બદલ ઓસ્કારનો આભાર માનતાં કહ્યું હતું કે હવે લાગે છે કે તે પુરી દુનિયાના કિંગ છે. શાહરુખે તે વીડિયોનો ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે,“ થેક્યૂ અકાદમી, મારી આ યાદોને પુન: તાજી કરવા બદલ. હવે મને સાચે જ લાગી રહ્યું છે કે હું પુરી દુનિયાનો બાદશાહ છું.’ ઓસ્કાર અકાદમીએ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે,“ કિસ્મતની એક વાત છે. તે મિસ નથી થતી. ફિલ્મ ઓમ શાંતિ ઓમ.’ઓસ્કારે તે સાથે જ ફિલ્મ ઓમ શાંતિ ઓમના એક દ્રષ્યનો વીડિયો શેર કર્યાે હતો. શાહરુખને તે પાત્ર અદા કરવા બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તે દ્રષ્યમાં શાહરુખ બોલે છે કે કોઈ વસ્તુને તમે હૃદય પુર્વક પ્રેમ કરતા હોવ તો કુદરત પણ તે વસ્તુ તમને મળે તેના કામે લાગી જતી હોય છે. ફરાહ ખાન પણ ખુશ છે. ફરાહ ખાને પ્રતિક્રિયા આપતાં ઇનસ્ટા સ્ટોરી પર લખ્યું કે, હું અકાદમી, શાહરુખ ખાન, મયૂર પુરીનો આભાર માનું છું. તેમણે આ પોસ્ટ મારા સુધી પહોંચતી કરી.’ ફરાહ ખાને આ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.



