
ફીમેલ લીડ માટે ટોચની હિરોઈનની પસંદગી થશે.તુમ્બાડ ટુ માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા.પાર્ટ વન કરતાં અનેક ગણા બજેટમાં બની રહેલી ‘તુમ્બાડ ટુ’ ડિસેમ્બર ૨૦૨૭માં રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી.સોહમ શાહની ‘તુમ્બાડ ટુ’માં લીડ હિરોઈન તરીકે પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અથવા તો નયનતારાને ઓફર કરવામાં આવે તેવી સંભાવના છે. જાણવા મળ્યા મુજબ પાર્ટ ટુમાં ફીમેલ લીડનું કેરેક્ટર પણ બહુ મહત્વનું છે અને સોહમ તે માટે કોઈ ટોચની હિરોઈનને સાઈન કરવા માગે છે. તેણે આ ત્રણ હિરોઈનોમાંથી કોઈ એકની પસંદગી કરવાનું વિચાર્યું છે. જાેકે સમગ્ર વાતચીત હજુ પ્રાથમિક તબક્કે છે. પાર્ટ વન કરતાં અનેક ગણા બજેટમાં બની રહેલી ‘તુમ્બાડ ટુ’ ડિસેમ્બર ૨૦૨૭માં રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. ૨૦૧૮માં રજૂ થયેલી મૂળ ફિલ્મનું દિગ્દર્શન અનિલ રાહી બર્વેએ કર્યું હતું જ્યારે પાર્ટ ટુનું દિગ્દર્શન આદેશ પ્રસાદ કરવાના છે.



