
ઇમરાન કૅરિયરમાં બીજી વાર દાઉદની ભૂમિકામાં જાેવા મળશે.ઇમરાન ‘ધુરંધર ૨’માં ‘બડે સાહબ’ તરીકે જાેવા મળશે.કંપનીમાં ફિલ્મમાં અજય દેવગન દાઉદના રોલમાં જાેવા મળ્યો હતો. તો ડી-ડેમાં ઋષિ કપૂરે દાઉદનો રોલ કર્યાે હતો.જ્યારથી ધુરંધર રિલીઝ થઈ ત્યારથી સૌથી મોટું રહસ્ય હવે બહાર આવ્યું છે. ‘ધુરંધર’ની ઝડપી અને રોમાંચક વાર્તા દરમિયાન રહસ્યમય ‘બડે સાહબ’નો ઉલ્લેખ થતો હતો — તે ગુનાહિત સામ્રાજ્યને નિયંત્રિત કરનાર કિંગપિનનું પાત્ર છે. ત્યારથી આ બડે સાહબ કોણ છે, તે અંગે ચર્ચાઓ થતી હતી. હવે જાણવા મળ્યું છે કે આ ગેંગલોર્ડની ઓળખ ‘ધુરંધર ૨’માં ખુલાસા સાથે સામે આવશે. તે બીજું કોઈ નહીં પરંતુ દાઉદ ઇબ્રાહિમ છે — આ ભૂમિકા ઇમરાન હાશમી નિભાવશે એવા અહેવાલો છે.
રસપ્રદ વાત એ છે કે દાઉદનું આ પહેલું ઓન-સ્ક્રીન પુર્ફાેર્મન્સ નથી. કંપનીમાં ફિલ્મમાં અજય દેવગન દાઉદના રોલમાં જાેવા મળ્યો હતો. તો ડી-ડેમાં ઋષિ કપૂરે દાઉદનો રોલ કર્યાે હતો અને વન્સ અપઓન ટાઇમ મુંબઇમાં ઇમરાન હાશમી દાઉદના રોલમાં જાેવા મળ્યો હતો.આ રીતે, ગેંગસ્ટર તરીકે હાશમીનો આ બીજી વારનો અભિનય રહેશે. આ રોલમાં તે કેવો અલગ પ્રકારનો દાઉદ બનશે, તે જાેવાનું રસપ્રદ રહેશે.




