
ફલ્મનું શૂટિંગ એપ્રિલથી સમગ્ર દેશમાં કરવામાં આવશે સલમાનની ૨૦૨૭માં ઇદ પર દિલ રાજુ-વામશી સાથે ફિલ્મની ઇચ્છા
સલમાન ખાન દિલ રાજુ અને વામશી પડિલપલ્લી સાથે વાતચીત કરી રહ્યા છે જેથી તેઓ તેમના શીડ્યુલ્સ એવી રીતે ગોઠવે કે ૨૦૨૭ની ઈદ પર રિલીઝ શક્ય બને ઈદ સલમાન ખાન સાથે જાેડાયેલી છે, કારણ કે વર્ષાેથી આ સુપરસ્ટારે આ તહેવારને કમાણી માટે એક મહત્વપૂર્ણ સમય બનાવવામાં મોટી ભુમિકા ભજવી છે. આજે જ્યાં અભિનેતાઓ આ તારીખનો લાભ ઉઠાવી રહ્યા છે, ત્યાં એક સમય એવો પણ હતો જ્યારે હિન્દી ફિલ્મો માટે ઇદ કમાણી માટે મહત્વનો તહેવાર નહોતી ગણાતી. સલમાનની વોન્ટેડ પછી દબંગે આ પરિસ્થિતિ બદલી નાખી. આ વર્ષે સલમાન ખાનની કોઈ ફિલ્મ રિલીઝ થતી નથી, પરંતુ વિશ્વસનીય સુત્રો જણાવે છે કે સુપરસ્ટાર પોતાની આગામી ફિલ્મ માટે ઈદના તહેવારના સમયને ધ્યાનમાં રાખવા માગે છે.
સુત્રએ જણાવ્યું, “સલમાન ખાન દિલ રાજુ અને વામશી પડિલપલ્લી સાથે વાતચીત કરી રહ્યા છે જેથી તેઓ તેમના શીડ્યુલ્સ એવી રીતે ગોઠવે કે ૨૦૨૭ની ઈદ પર રિલીઝ શક્ય બને. પ્રોડ્યુસર-ડિરેક્ટર જાેડી આ વિકલ્પ પર વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં સલમાનને એક પ્લાન સાથે જવાબ આપશે.” આ સુત્રએ વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ એક મજબૂત ભાવનાત્મક આધાર ધરાવતી એક્શન-પેકડ એન્ટરટેઇનર છે.સુત્રએ આગળ જણાવ્યું, “આ એક બિલકુલ કમર્શિયલ એન્ટરટેઇનર છે જેમાં સલમાન ખાન દર્શકોને ગમતા અંદાજમાં જાેવા મળશે. વામશી સલમાનને એ રીતે રજુ કરવા વિચારી રહ્યા છે, જેવો દર્શકો તેને જાેવા ઇચ્છે છે. પ્રી-પ્રોડક્શન જાેરશોરથી ચાલી રહ્યું છે અને નિર્માતાઓ એપ્રિલમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે.” આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી સમગ્ર દેશમાં કરવામાં આવશે અને તેમાં પૂરતું ફહ્લઠ કામ પણ સામેલ છે. તમામ પાસાઓ પર હાલમાં વિચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ જ તેઓ સત્તાવાર જાહેરાત કરશે. જાેકે, ફિલ્મ ૨૦૨૭ના પ્રથમ ભાગમાં રિલીઝ થશે અને એ નિર્માતા દ્વારા સલમાનને આપેલું વચન છે.




