
સ્વિમિંગ પૂલના સમયમાં એક કલાકનો વધારો છસ્ઝ્રના સ્વિમિંગ પૂલ હવે રાત્રે ૮:૩૦ સુધી ખુલ્લા રહેશે કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે હવે આ સમય લંબાવીને રાત્રે ૮:૩૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો
શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ લોકો ઠંડક મેળવવા માટે સ્વિમિંગ પૂલ તરફ વળતા હોય છે. નાગરિકોની વધતી જતી માંગ અને ભારે ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પૂલના સમયમાં વધારો કરવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.હાલના નિયમ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલ સાંજે ૭:૩૦ કલાકે બંધ કરી દેવામાં આવે છે. જાેકે, ઉનાળામાં મોડી સાંજ સુધી ગરમીનું પ્રમાણ રહેતું હોવાથી અને નોકરી-ધંધાથી પરવારીને આવતા લોકોની સુવિધા માટે હવે આ સમય લંબાવીને રાત્રે ૮:૩૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.છસ્ઝ્ર સંચાલિત સ્વિમિંગ પૂલમાં સભ્યોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ખાસ કરીને ઉનાળા દરમિયાન વેકેશન અને ગરમીને કારણે સ્વિમિંગ પૂલનો વપરાશ અને માંગ અનેકગણી વધી જાય છે. પૂલ પર થતી ભીડને નિયંત્રિત કરવા અને વધુમાં વધુ નાગરિકો સ્વિમિંગનો લાભ લઈ શકે તે હેતુથી વહીવટીતંત્રે આ સમયમાં ફેરફાર કર્યો છે.




